લગભગ 500 વર્ષ પછી દિવાળી પર ગ્રહોનો અત્યંત દુર્લભ દૈવીય સંયોગ થઈ રહ્યો છે. આ વર્ષે દિવાળી પર એક નહીં પરંતુ ચાર-ચાર રાજયોગ રચાઈ રહ્યા છે. આ ચાર રાજયોગ ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાના છે. 2024માં ચાર રાશિના જાતકો ઘણી કમાણી કરશે.સાથે જ આ રાશિના જાતકો માટે વિદેશ પ્રવાસની તકો પણ રહેશે. આ સમયગાળા દરમિયાન, શનિ તેના મૂળ ત્રિકોણ ચિહ્ન કુંભ રાશિમાં બેઠો છે અને શશ નામનો રાજયોગ રચી રહ્યો છે. તે જ સમયે સૂર્ય અને મંગળ તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે જેના કારણે આયુષ્માન રાજયોગ બની રહ્યો છે. એ સિવાય પણ ગુરુ અને ચંદ્ર એકબીજાથી કેન્દ્ર સ્થાને રહીને ગજકેસરી રાજયોગ રચી રહ્યા છે તો ચંદ્ર અને મંગળ તુલા રાશિમાં હશે જેના કારણે મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. જાણો એ કઈ રાશિ છે જે 2024માં લખલૂંટ ફાયદામાં રહેશે.
મેષ – દિવાળી પછી મેષ રાશિના લોકોની આર્થિક પ્રગતિ ઘણી ઉત્તમ રહેશે. આ સમયગાળા દરમિયાન તમારી આવક બમણી થઈ જશે. જન્મના ગ્રહોના પ્રતાપે તમને 2024 માં વિદેશ જવાની તક મળી શકે છે. તમને વિદેશમાંથી પણ સારી આવક થવાની સંભાવના છે. વેપાર-ધંધામાં ન ધારી હોય તેવી કેટલીક ખાસ ડીલ મળી શકે છે જેના માટે તે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છો એ તમામ હાંસલ કરવાનો આ સમય છે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તમે એક પછી એક ઘણા કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો. તમને તમારા જૂના મિત્રો તરફથી પણ લાભ મળશે.
મિથુન – દિવાળી પૂર્ણ થતાં જ મિથુન રાશિના લોકો માટે સારા સમયની શરૂઆત થશે. ભૂતકાળમાં તમે જે આર્થિક નુકસાન સહન કર્યું હતું તે આ સમયગાળા દરમિયાન ભરપાઈ કરી આગળ વધશો. 2024માં તમને આવકના અન્ય સ્ત્રોત પણ મળશે. 2024 માં નોકરીની પ્રગતિકારક એવી નવી તકો મળી શકે છે. જે લોકો બિઝનેસ સાથે સંકળાયેલા છે તેઓ નવા ધંધામાં ઝંપલાવી શકે છે અથવા ધંધાનું વિસ્તરણ કરી શકશે જેમાં તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. આ સમયગાળા દરમિયાન કરેલા કામમાં તમને સફળતા તમારા કદમ ચૂમશે.
તુલાઃ- તુલા રાશિના જાતકો 2024માં સરકારી ક્ષેત્રમાંથી લાભની આશા રાખી શકે છે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલું કામ અટવાયેલું છે તો તે દિવાળી પછી સડસડાટ પ્રગતિના પાટા ચડશે. જે લોકો સરકારી ક્ષેત્રો સાથે જોડાયેલા છે તે લોકોને પદ, પ્રતિષ્ઠા વગેરેનો લાભ મળશે. આ ઉપરાંત તમારું લગ્નજીવન પણ શાનદાર રહેવાનું છે. તમારા સંબંધોમાં જે અંતર હતું તે સમાપ્ત થશે. 2024 તમારી કારકિર્દી માટે ખૂબ જ નસીબદાર સાબિત થશે. આરોગ્ય બાબતે જો તમે ઉંમરમાં 60 વટાવી ચૂક્યા છો તો ઘણી રીતે કાળજી રાખવી પડશે.
મકરઃ- મકર રાશિના લોકોને દિવાળીથી ભાગ્યની દેવી રિઝતી હોય એ રીતે ફળવાનું શરૂ થઈ જશે. મકર રાશિના જાતકો માટે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના રહેશે. તમને કરિયર અને બિઝનેસમાં નવી તકો મળશે. આ સમયગાળા દરમિયાન, તમે કેટલાક કામ કરશો જેનાથી સમાજમાં તમારું સન્માન થશે અને તમે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો જોશો. સર્વાંગી પ્રગતિના દિવસોમાં વડિલોના આશીર્વાદ મળે અને ધન-ધાન્યથી પરિપુર્ણ થશો એ દિશામાં પ્રગતિનો સ્વાદ પરિવાર જોઈ શકશે.