પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત કરી છે. મહેસાણા બેઠકથી દાવેદારી પાછી ખેંચ્યાની નીતિન પટેલની જાહેરાતી રાજકારણ ક્ષેત્રે અને તર્ક વિતર્ક ચર્ચાઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે તેમણે પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ પોતાની રુચિ વ્યક્ત કરી હતી.પરંતુ શનિવારે પાર્ટીએ રાજ્યની 15 સીટો માટે નામ જાહેર કર્યા બાદ તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.આમ હવે લોકસભા ચૂંટણી 2024માં પણ નીતિન પટેલે દાવેદારી પાછ ખેંચતા રાજકીય વિશ્લેષકો હવે નવા સમીકરણો માંડવા લાગ્યા છે. નીતિનભાઈ ચૂંટણી નહીં લડે તો ભાજપ મહેસાણાથી કોને મેદાનમાં ઉતારશે તેને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે.
નીતિન પટેલે શું કહ્યું?
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘મેં કેટલાક કારણોસર મહેસાણા લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. રાજ્યની 15 લોકસભા બેઠકો માટેના ઉમેદવારોની ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ ચાલી રહી છે. તે પહેલા હું ભાજપના ઉમેદવાર તરીકેની મારી ઉમેદવારી પાછી ખેંચી લઉં છું.
તેમણે કહ્યું, ‘હું ભગવાનને પ્રાર્થના કરું છું કે માનનીય નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બને અને સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધે અને ભારત માતાને અંતિમ મહિમા આપે. હું તમામ કાર્યકરો, શુભેચ્છકો અને સહકાર્યકરોનો ખૂબ ખૂબ આભારી છું.
ત્રણ-ત્રણવાર મુખ્યમંત્રી બનતા બનતા રહી ગયા
વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે દિલ્હી ગયા તે પછી કોણ અનુગામી બનશે તેની ભારે ઉત્સુકતા હતી. તે વખેત પણ નીતિન પટેલનું નામ ચાલતું હતું, પણ આખરે આનંદીબહેનને પસંદ કરાયાં હતાં. આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે આ વખતે તો પાક્કું એવું હતું, ફરી નીતિનભાઈને કડવો અનુભવ થયો. નીતિનભાઈના ટેકેદારોએ ઉજવણી માટેની મીઠાઈ મગાવી લીધી હતી, પરંતુ છેલ્લી ઘડીએ વિજય રૂપાણીનું નામ જાહેર થયું. તે વખતે નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી અને નાણાખાતું આપીને મનાવી લેવાયા હતા. ત્રીજી વખતે એટલે કે 2021માં વિજય રૂપાણીના રાજીનામા બાદ નીતિન પટેલને લાગ્યું હતું કે કમસે કમ હવે એક તક મોવડીમંડળ આપશે. આ વખતે માત્ર નીતિનભાઈ નહીં, કોઈને જાણકારી નહોતી – પસંદ થનારા ભૂપેન્દ્ર પટેલને પણ જાણકારી નહોતી. સમગ્ર મંત્રીમંડળ બદલી નાખવાનું છે તેવી યોજનાની કોઈને જાણકારી નહોતી.
નીતિન પટેલનો રાજકીય સંન્યાસ?
ચર્ચા એમ પણ છે કે, ભાજપના નવા આયામ જૂના નેતાઓને નડી રહ્યાં છે. તે જ માપદંડ નીતિન પટેલને પણ નડી રહ્યાં છે. તેમને રાજસ્થાનના પ્રભારી બનાવાયા હતા, અને તેમને કોઈ રાજ્યના ગર્વનર બનાવવાની વાત હતી. ગર્વનર એટલે રાજકીય સંન્યાસ. હાલ ભાજપમાં ઉમેદવાર માટે કશ્મકસ ચાલી રહી છે.