નાણામંત્રી નિર્મલા સીતારમણનો એક વીડિયો સામે આવ્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં નિર્મલા સીતારમણ માર્કેટમાં શાકભાજી ખરીદતા જોવા મળી રહ્યા છે.
વાસ્તવમાં, નિર્મલા સીતારમણ શનિવારે સાંજે અચાનક ચેન્નાઈના માયલાપોરમાં શાકભાજી માર્કેટમાં પહોંચી ગયા હતા. આ દરમિયાન નિર્મલા સીતારમણે શાકભાજી વિક્રેતાઓ સાથે ચર્ચા કરી, તેમજ શાકભાજી ખરીદવા આવેલા સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી. એવું નથી કે નાણામંત્રી એકલા બજારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે સુરક્ષાકર્મીઓ પણ હાજર હતા.