UPI એ નવો રેકોર્ડ બનાવ્યો છે. પહેલીવાર ઓક્ટોબર મહિનામાં 1100 કરોડના ટ્રાન્ઝેક્શન થયા. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જારી વિગતો અનુસાર, UPI એ ઓક્ટોબર મહિનામાં 11.41 અબજ વ્યવહારો કર્યા છે. તેમની કુલ કિંમત 17.16 લાખ કરોડ રૂપિયા છે. સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં આ વધારો 8 ટકાનો છે.
જો UPI વ્યવહારોની વિગતો પર નજર કરવમાં આવે તો, PhonePe માર્કેટ લીડર છે. સતત ત્રણ વર્ષથી એ મોખરાનું સ્થાન ધરાવે છે. NPCIના લેટેસ્ટ આંકડાઓ કહે છે કે, PhonePe એ છેલ્લા કેટલાક મહિનામાં 5 બિલિયનથી વધુ વ્યવહારો હાથ ધર્યા છે. જોકે આ બાબતે Google Pay અને Paytm પણ પાછળ નથી. સપ્ટેમ્બર મહિનાની જ જો વાત કરવામાં આવે તો Google Payએ 3.7 ગણા ટ્રાન્ઝેક્શન કર્યા છે, જ્યારે Paytmએ 1.3 ગણા ટ્રાન્ઝેક્શન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનાની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. ઓક્ટોબર મહિનો તહેવારોની દ્રષ્ટિએ વધુ સારો રહ્યો હોવાની ધારણા છે. જાણકારો કહે છે કે, તહેવારોની સિઝનને કારણે ઓક્ટોબર મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનમાં રેકોર્ડ વધારો થઈ શકે છે. ખાસ કરીને ઈ-કોમર્સ સેક્ટરમાં UPI હેઠળ આપવામાં આવતી સુરક્ષાને કારણે તે ગ્રાહકોની પ્રથમ પસંદગી બની રહી છે. NPCI અને ઉદ્યોગ નિષ્ણાતો પણ UPI ને ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં પરિવર્તન લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માને છે.
હવે UPI ભારતીય સરહદોની બહાર પણ પહોંચી રહ્યું છે. યુપીઆઈ ફ્રાન્સ, ભૂતાન, નેપાળ અને સિંગાપોર જેવા દેશોમાં તેની પહોંચ પહેલાથી જ પહોંચી ચૂક્યું છે. આગામી દિવસોમાં તે શ્રીલંકા, યુએઈ જેવા ઘણાં દેશોમાં પહોંચવા જઈ રહ્યું છે.