મુંબઈ પોલીસે મહિલા ડૉક્ટરની છેડતી કરવા બદલ પટનાના એક પ્રોફેસરની ધરપકડ કરી છે. મહિલાના કહેવા પ્રમાણે, દિલ્હી-મુંબઈ ઈન્ડિગો ફ્લાઈટમાં પ્રવાસ દરમિયાન ડોક્ટરે તેની છેડતી કરી હતી. આરોપીની ઓળખ 47 વર્ષીય રોહિત શ્રીવાસ્તવ તરીકે થઈ છે. 24 વર્ષીય પીડિતા અને આરોપી સવારે 5.30 વાગ્યે નવી દિલ્હીથી ટેકઓફ થયેલી ફ્લાઈટમાં એકબીજાની બાજુમાં બેઠા હતા. પીડિતાની ફરિયાદ મુજબ, ફ્લાઈટ મુંબઈમાં લેન્ડ થવાની હતી તેના થોડા સમય પહેલા આરોપીએ તેને અયોગ્ય ઈરાદાથી સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રોફેસરની આ હરકત સામે ભારે નારાજગી વ્યક્ત કરતા મહિલાએ વિરોધ કર્યો હતો. આ પછી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને પીડિતાએ ફ્લાઈટના ક્રૂને જાણ કરી. ફ્લાઈટમાંથી ઉતર્યા બાદ પ્રોફેસરને સહાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રોફેસર વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઇન્ડિગોના એક અધિકારીએ જણાવ્યું હતું કે એરલાઇન આ ઘટના અંગે નિવેદન જારી કરે તેવી શક્યતા છે. જોકે તે માટે થોડી રાહ જોવી પડશે.