એફબીઆઈ હવે અમેરિકાના ન્યુ જર્સીમાંથી ચાર વર્ષ પહેલા ગુમ થયેલી વડોદરાની વિદ્યાર્થિની મયુષી ભગતની શોધ કરશે. FBIએ માયુષી ભગત વિશે માહિતી આપનારને 10 હજાર યુએસ ડોલર આપવાની જાહેરાત કરી છે. માયુષી ભગત મૂળ વડોદરાની રહેવાસી છે. ગયા વર્ષે અમેરિકી ગુપ્તચર અને સુરક્ષા એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ તેને ગુમ થયેલા લોકોની યાદીમાં સામેલ કરી હતી. મયુષી ભગત છેલ્લે 29 એપ્રિલ, 2019 ના રોજ સાંજે ન્યુ જર્સીમાં તેના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. અમેરિકાની ન્યુ જર્સી પોલીસ મયુષીના ગુમ થયા બાદ છેલ્લા ચાર વર્ષથી તેને શોધી રહી હતી. હવે FBI એ આ વિદ્યાર્થિની વિશે માહિતી આપનારને 1 મિલિયન ડોલર આપવાની જાહેરાત કરી છે.
FBIની નેવાર્ક ફિલ્ડ ઓફિસ અને ન્યૂ જર્સી સિટી પોલીસ ડિપાર્ટમેન્ટે મયુષી ભગતને શોધવા માટે જનતાની મદદ માંગી છે, જેથી કરીને ગુમ થયેલી ગુજરાતની વિદ્યાર્થિનીનું રહસ્ય ઉકેલી શકાય. જુલાઈ 1994માં જન્મેલી મયુષીનો પરિવાર વડોદરામાં રહે છે. તે સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગઈ હતી અને ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં અભ્યાસ કરતી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસ તેમની પુત્રીને શોધી રહી નથી. હવે એફબીઆઈની યાદીમાં સામેલ થયા બાદ પરિવારને આશા છે કે મયુષીને શોધી શકાશે. એફબીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું કે મયુષી અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ જાણે છે. પોલીસ એવું પણ કહેવું છે કે તેના સાઉથ પ્લેનફિલ્ડ, ન્યુ જર્સીમાં રહેતા મિત્રો છે.
FBIએ મયુષી ભગતની ત્રણ તસવીરો જાહેર કરી છે જેથી તેના વિશે માહિતી મળી શકે. તેમાં મયુષી સંબંધિત માહિતી પણ આપવામાં આવી છે. આ હિસાબે મયુષીની હાઇટ 5 ફૂટ 10 ઇંચ છે. મયુષીની આંખો ભૂરા અને તેના વાળ કાળા હોવાનું કહેવાય છે. છેલ્લી વાર જ્યારે મયુષી તેના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી ત્યારે તેણે રંગબેરંગી પેન્ટ અને કાળી ટી-શર્ટ પહેરેલી હતી. મયુષી 1 મે, 2019 ના રોજ તેના પરિવાર દ્વારા ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. તે F1 સ્ટુડન્ટ વિઝા પર 2016માં અમેરિકા આવી હતી. એફબીઆઈએ તેની વેબસાઈટના મોસ્ટ વોન્ટેડ પેજ પર ભારતીય વિદ્યાર્થિનીના ગુમ થયેલ વ્યક્તિના પોસ્ટરને અપહરણ/ગુમ થયેલ વ્યક્તિઓની યાદીમાં ઉમેર્યું છે.