લાંબી રાહ જોયા બાદ આખરે 22 જાન્યુઆરીએ રામ લાલા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજ્યા છે. આ માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓને આમંત્રણ આપ્યું હતું. જે બાદ આલિયા ભટ્ટ, રણબીર કપૂર, વિકી કૌશલ, કેટરીના કૈફ અને માધુરી દીક્ષિત સહિત ઘણા સ્ટાર્સ અયોધ્યા પહોંચ્યા હતા, પરંતુ તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દરેક પોતપોતાના ફોનમાં વ્યસ્ત જોવા મળે છે. આના પર યુઝર્સે આકરી પ્રતિક્રિયા આપી છે.
બધા મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર રાજકુમાર હિરાની, આયુષ્માન ખુરાના, વિકી કૌશલ, કેટરિના કૈફ, જોવા મળી રહ્યા છે. પરંતુ તેમાંથી માધુરી, વિકી, કેટરીના… બધા પોતપોતાના ફોનમાં ખોવાયેલા જોવા મળ્યા.
લોકોએ આપી પ્રતિક્રિયા
આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘દરેક વ્યક્તિ પોતાના સેલફોનમાં વ્યસ્ત છે, બેસવું મજબૂરી છે નહીં તો ફિલ્મ નહીં ચાલે.’ બીજાએ લખ્યું, ‘રણબીર અને આલિયાએ બીફ ખાધું હતું, તેથી તેઓ આ સમારોહમાં આવવાને લાયક નથી. તેણે મીડિયા સામે કબૂલાત કરી હતી.તો ઉપરાંત અન્ય યુઝરે કહ્યું કે,’ખોટી ટ્રાફિક કરવા ગયા શું કામ હશે?’