પાકિસ્તાન અને ચીનની દોસ્તી દુનિયાભરના દેશોથી છુપી નથી. ચીને પાકિસ્તાનને ઘણી વખત આર્થિક મદદ કરી છે. સાથે જ પાકિસ્તાન પણ ચીનના કાળા કારનામાને સમર્થન કરતા ખચકાતું નથી. બંનેની મિત્રતા હવે ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. તેઓ સાથે મળીને વિશ્વનો નાશ કરવા તત્પર છે. એવા અહેવાલો છે કે ચીન અને પાકિસ્તાન મળીને એક વાયરસને કોરોના વાયરસ કરતા પણ વધુ ઘાતક બનાવી રહ્યા છે. બંને દેશો રાવલપિંડીની રિસર્ચ લેબમાં આ વાયરસને વિકસાવવા માટે પાર્ટનરશીપમાં કામ કરી રહ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલમાં જિયો-પોલિટીકને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ ખાસ પ્રોજેક્ટ વુહાન ઈન્સ્ટિટ્યૂટ અને ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઓર્ગેનાઈઝેશન (DSTO) દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ડીટીએસઓ પાકિસ્તાન આર્મી દ્વારા ચલાવવામાં આવે છે. જોકે, પાકિસ્તાને વર્ષ 2020માં કોઈ ચોક્કસ પ્રોજેક્ટ હાથ ધરવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા. જિયો-પોલિટીકના રિપોર્ટ અનુસાર, રિપોર્ટમાં ઉલ્લેખિત પાકિસ્તાનની બાયોસેફ્ટી લેવલ-3 (BSL-3) લેબોરેટરી વિશે કશું જ ગુપ્ત નથી.
આ પ્રયોગશાળા રાવલપિંડીના ચકલાલા કેન્ટોન્મેન્ટમાં આવેલી છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે તે અત્યંત સુરક્ષિત વિસ્તાર છે અને તેનું નેતૃત્વ ટુ સ્ટાર જનરલ કરે છે. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન વાસ્તવમાં એવા પેથોજેન્સ વિકસાવવા પર કામ કરી રહ્યું છે જે કોવિડ કરતાં વધુ નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
વર્ષ 2020 થી, સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને લઈને ચીન ગંભીર આરોપોનો સામનો કરી રહ્યું છે. વિશ્વમાં અત્યાર સુધીમાં લાખો લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારથી કોવિડનો યુગ શરૂ થયો છે ત્યારથી ચીનને શંકાની નજરે જોવામાં આવે છે. તાજેતરમાં, યુએસના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવિડ -19 ચીનની એક લેબમાંથી ઉત્પન્ન થયો છે. આ રિપોર્ટ યુએસ સેનેટ કમિટીએ જાહેર કર્યો છે.
આ રિપોર્ટનું શીર્ષક છે, ‘કોવિડ-19 મહામારીના મૂળનું વિશ્લેષણ.’ આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વાયરસને જાણીજોઈને જન્મ આપવામાં આવ્યો ન હોઈ શકે, પરંતુ તે માનવીય ભૂલ, યાંત્રિક નિષ્ફળતા, પ્રાણી પરના પ્રયોગનું પરિણામ હોઈ શકે છે. બીજી તરફ, હવે કોરોના વાયરસ ખુદ ચીન માટે પાયમાલીનું કારણ બની ગયો છે. ઘણા વિસ્તારોમાં હજીપણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.