હાલમાં ટાટાની ટિગોર દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર વિકલ્પોમાંથી એક છે. Tigorની એક્સ-શોરૂમ કિંમત 12.49 લાખ રૂપિયા છે. આવી સ્થિતિમાં જો બજેટ એટલું વધારે ન હોય તો અત્યાર સુધી તેની પાસે કોઈ વિકલ્પ નહોતો પરંતુ હવે માર્કેટમાં વિકલ્પો મળી રહ્યા છે. હાલમાં ઑફ-માર્કેટ ઇલેક્ટ્રિક કિટ્સ વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે જેને તમે તમારી કારમાં ઇન્સ્ટોલ કરી શકો છો.
મહારાષ્ટ્રના પુણે સ્થિત એક કંપની છે, જે મારુતિની ડિઝાયર કાર માટે ઇલેક્ટ્રિક કિટ્સ બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમે નોર્થવે મોટરસ્પોર્ટ નામની આ કંપની પાસેથી તમારી ડિઝાયર કારમાં ઈલેક્ટ્રિક કિટ લગાવી શકો છો. આ કિટ્સ ખુબ નજીકના દિવસોમાં દરેક શહેરમાં ઉપલબ્ધ થાય એ માટે કંપની નેટવર્ક તૈયાર કરી ચૂકી છે.