અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને મુંબઈની અદાલતે મની લોન્ડરિંગ કેસમાં 18 ફેબ્રુઆરીએ 7 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ઈકબાલ કાસકરની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. EDએ થાણે કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેણે કાસકરની કસ્ટડીની માંગ કરી હતી.
ગત બુધવારે, કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ઇકબાલ કાસકર વિરુદ્ધ પ્રોડક્શન વોરંટ જારી કર્યું હતું. એ અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કાસકર વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.
read more: ભારતના ટોચના 8 ઇન્સ્ટાગ્રામ બ્યુટી બ્લોગર્સ
હાલ ઈકબાલ કાસકર ખંડણી સંબંધિત વિવિધ કેસોમાં મહારાષ્ટ્રની થાણે જેલમાં બંધ છે. અગાઉ, કાસકર સામે પ્રોડક્શન વોરંટ જારી કરતી વખતે, વિશેષ ન્યાયાધીશ એમજી દેશપાંડેએ કહ્યું હતું કે ED તમામ વ્યવસ્થા કરશે જેથી આરોપીને 18 ફેબ્રુઆરી પહેલા સુરક્ષા હેઠળ કોર્ટમાં રજૂ કરી શકાય.
ઈડીએ મની લોન્ડરિંગ કેસની તપાસ દરમિયાન મુંબઈમાં અંડરવર્લ્ડ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. EDને ગેરકાયદેસર સંપત્તિ, ગેરકાયદે સોદા અને હવાલા વ્યવહારો વિશે જાણકારી મળ્યા બાદ આ દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા પછી હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈકબાલ કાસકરની પૂછપરછ કરશે.
EDએ 10 સ્થળો પર આ દરોડા પાડ્યા હતા. આમાં 1993ના મુંબઈ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમ, તેની બહેન હસીના પારકર, કાસકર અને ગેંગસ્ટર છોટા શકીલ સાથે સંકળાયેલા સ્થળોનો સમાવેશ થાય છે. EDએ આ કેસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ઈબ્રાહિમ વિરુદ્ધ તાજેતરમાં નોંધવામાં આવેલી FIR બાદ કર્યો છે. NIAએ UAPA હેઠળ કેસ નોંધ્યો છે.