સુરત શહેર કોંગ્રેસે ભાજપ સરકાર સામે કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળ પરિસ્થતિ સામે દેખાવો કર્યા હતા. વરાછા માનગઢ ચોક સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા પાસેથી પોલીસે આગેવાનોની ઘરપકડ કરી તેમને ડિંડોલી પોલીસ સ્ટેશન લાવવામા આવ્યાં હતા.
સુરત શહેર કોંગ્રેસ પક્ષના પ્રમુખ નૈષઘ દેસાઈ, સુરત જિલ્લા પ્રમુખ અને માંડવીના ધારાસભ્ય આનંદ ચોધરી, પુર્વ કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રી બા વાઘેલા, ગીતાબેન પટેલ, છાયા ઠાકુર ,સુરત મહાનગરપાલિકા વિરોધપક્ષના પુર્વ નેતા ભુપેન્દ્ર સોલંકી, અને પપ્પન તોગડિયા, અશોક અધેવાડા, દિનેશ સાવલિયા, દેવરાજ ગોપાણી, શૈલેષ રાયકા, ભદ્રેશસિંહ પરમાર, અશોક કોઠારી, હરીશ સુર્યવંશી,સુરેશ સુહાગીયા, લાલજી ધાનાણી, સુરેશ સોનવણે, વિપુલ શેખડા, ગુલાબ યાદવ, દીપ નાયક, મનીષા કાછડીયા, હિના મોવલિયા, ભારતી ઓર્ણકર, જશું બેન ચોધરી,આશા દુબે, વસંતબેન વાઘાણી ,રઈશા શેખ, સુલતાના શેખ, સુનિતા વાઘ, સંગીતા ઠાકુર, અરવિંદ પાઘડળ સહિત સંખ્યાબંધ કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી,.
read more: સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી 20 ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ સમુહલગ્નમાં ૧૨૨ યુગલો પરણશે
.
કોંગ્રેસે તેની યાદીમાં જણાવ્યા અનુસાર, સમગ્ર ગુજરાત સહિત સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળ પરિસ્થિતિ સંદર્ભે તેમજ તાજેતરમાં પાસોદરામાં જાહેરમાં એક દીકરી ગ્રિષ્મા વેકરીયાનું નિર્દયતાપૂર્વક ખૂન કરવામાં આવ્યું. આ વેળાએ ભાજપની સરમુખત્યાર અને સંવેદનહીન સરકાર સામે કોંગ્રેસ વિરોધપક્ષને વિરોધ કરવાનો પણ અધિકાર નહીં હોય એ કમનસીબી છે. દરરોજ ખૂન લૂટ બળાત્કાર ચોરીની ઘટના બનતી હોવા છતાં પોલીસ તંત્ર કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી જેવું કંઈ છે જ નહી. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરતના છે અને સુરત સહિત સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ ગુંડાગીરી જાહેરમાં કરી કાયદો અને વ્યવસ્થાની મજાક કરી રહ્યાં છે. રાજ્યની ભાજપ સરકાર સહિત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ગૃહ પ્રધાન તરીકે સદતર નિષ્ફળ નિવડ્યા છે. જે સરકાર પ્રજાનું રક્ષણ કરી ન શકે તેવી ભાજપની સરકારને સત્તા પર રહેવાનો કોઈ અધીકાર નથી. ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી પોતાની નિષ્ફળતા સ્વીકારી તાત્કાલિક ગૃહ મંત્રી પદેથી રાજીનામું આપે અને જેટલી હત્યાઓ થઈ છે તે તમામ હત્યારાઓ સામે તાત્કાલિક કેસો ચલાવી તેમને ફાંસી આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની લાગણી અને માંગણી છે.