ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે.ઘણા જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. કેટલીક જગ્યાએ ધોધમાર તો ઘણી જગ્યાએ વરસાદી ઝાપટા નોંધાતા બફારામાં રાહત મળી છે. બીજી બાજુ, ચોમાસું ક્યારે મન મૂકીને વરસશે તેની પણ રાહ જોવાઇ રહી છે. ત્યારે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્જ્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં સાત દિવસ વરસાદ પડશે. આગામી ચાર દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનું પૂર્વાનુમાન છે. આ સાથે ચાર દિવસ થંડરસ્ટ્રોર્મ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જ્યારે પાંચમાં, છઠ્ઠા અને સાતમા દિવસે અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. વધુમાં હવામાન વિભાગે આગાહી કરવામાં આવ્યું છે પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકની રહી શકે છે. અમદાવાદ, સુરેન્દ્રનગર અને ભાવનગર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની ધમાકેદાર બટિંગ શરૂ થશે. પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકની રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં વરસાદ ખાબક્શે, તો બીજી તરફ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર,મોરબી, બોટાદ, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જેમકે, બનાસકાંઠા,પાટણ,મહેસાણામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદ અંગે હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ બુલેટીન
રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી
વરસાદી ટ્રફ પસાર થતાં વરસાદની આગાહી
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકની રહેશે
અમદાવાદ,ગાંધીનગર,છોટાઉદેપુરમાં વરસાદની આગાહી
નર્મદા,ભરૂચ,સુરત,ડાંગ,તાપીમાં વરસાદની આગાહી
નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી
સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલીમાં વરસાદની આગાહી
ભાવનગર,મોરબી,બોટાદ,કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
બનાસકાંઠા,પાટણ,મહેસાણામાં હળવા વરસાદની આગાહી
પંચમહાલ,દાહોદ,વડોદરામાં હળવા વરસાદની આગાહી