ગુજરાતમાં મોટા ભાગના શિક્ષકો પોતાના ક્લાસમાં વિદ્યાર્થીઓ સામે જ વ્યસન કરતા હોય છે,જેની વિદ્યાર્થીઓ પર ઘણી ખરાબ અસર પડે છે. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે રાજ્યની કોઈ શાળાઓમાં શિક્ષકો પાન મસાલા ખાતા ઝડપાશે તો તે શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
સ્કૂલોમાં શિક્ષકો દ્વારા કરાતા વ્યસન બાબતે મુખ્યમંત્રીને ફરિયાદ કરાઈ હતી, જેને પગલે વિદ્યાના ધામમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો. વિભાગે પરિપત્રમાં જણાવ્યું છે કે, સ્કૂલોમાં શિક્ષકો કે આચાર્ય ખુલ્લેઆમ બાળકોની સમક્ષ તમાકુ કે મસાલા મસળીને ખાતા જોવા મળે છે, આ સિવાય વિદ્યાર્થીઓ સાથે મંગાવતા પણ જોવા મળતા હોય છે.શિક્ષણના મદિરમાં બાળકોને જીવન ઘડતરના પાઠ શીખવવાના હોય છે ત્યાં વ્યસન કરવાના પાઠ ભણીને જાય છે, જે શિક્ષણ જગત માટે લાંછનીય બાબત છે.
શિક્ષણ વિભાગ દ્વારા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના સ્કૂલોને મોકલેલા આંકડામાં જણાવ્યું છે કે, 13થી 15 વર્ષના વિદ્યાર્થીઓમાં તમાકુના ઉપયોગનું પ્રમાણ 19 ટકા જેટલું છે. રાજ્યમાં તમાકુનું સેવન 60 ટકા પુરુષો કરે છે.
પુરુષોમાં વ્યસનનું પ્રમાણ વધુ