દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ ભારે કહેર મચાવી છે. મહારાષ્ટ્રમાં કહેર મચાવ્યા બાદ હવે બિહાર અને યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેનું સૌથી મોટું કારણ ચક્રવાત માનવામાં આવે છે. ચક્રવાતની અસર હવે ક્યાં જોવા મળશે? આવો જાણીએ.
શુક્રવારથી દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને આસપાસના રાજ્યોમાં ફેલાયેલું ચક્રવાતી પરિભ્રમણ હવે દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પડોશી રાજ્યો પર સ્થિત છે. હવે આ સાયક્લોનિક સરક્યુલેશન ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને અડીને આવેલા દક્ષિણ ગુજરાતથી ઉત્તર બિહાર અને દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પાસે છે, જેના કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. યુપી, બિહાર, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં આગામી 2 દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ અને ત્યારપછીના 4-5 દિવસ દરમિયાન હવામાન સ્વચ્છ રહેશે. ચક્રવાતી તોફાનની અસર આ રાજ્યોમાં જોવા મળી શકે છે. મધ્યપ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ પડી શકે છે. બિહારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
આ રાજ્યોમાં અસર જોવા મળશે
આગામી 2 દિવસ દરમિયાન ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 1 થી 4 ઓક્ટોબર અને આસામ, મેઘાલયમાં 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ પડશે. કેરળ, લક્ષદ્વીપ, તમિલનાડુ, કર્ણાટકમાં વરસાદની સંભાવના છે.