છેલ્લા 4 વખતથી ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં 50થી વધુ મેડલ જીત્યા છે. કોમનવેલ્થ ગેમ્સમાં દર વખતે ભારત ટોપ 5માં સામેલ થયું છે. કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. ભારતના 150 થી વધુ ખેલાડીઓ 15 વિવિધ રમતોમાં ભાગ લેશે. ભારતીય ટીમ અગાઉના રેકોર્ડને જાળવી રાખવા માટે તૈયાર છે.
તમામની નજર ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, લવલીન બોર્ગોહેન અને બજરંગ પુનિયા પર છે. ભારતના આ ખેલાડીઓ પાસેથી દરેકને મેડલની અપેક્ષા છે. ટીમ ઈવેન્ટમાં હોકી ટીમ અને મહિલા ક્રિકેટ ટીમ મેડલ જીતે તેવી અપેક્ષા છે. મનિકા બત્રાની આગેવાની હેઠળની ટેબલ ટેનિસ ટીમ મેડલની પ્રબળ દાવેદાર છે.
ભારતીય ટુકડી તમામ 15 રમતોમાં ભાગ લેશે. ભારત તરફથી કુલ 150 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. રમતોનું સમયપત્રક નીચે મુજબ છે.
આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ: 29 જુલાઈ – 2 ઓગસ્ટ
એથ્લેટિક્સ: 30 જુલાઈ – 7 ઓગસ્ટ
બેડમિન્ટન: 29 જુલાઈ – 8 ઓગસ્ટ
બોક્સિંગ: 29 જુલાઈ – 7 ઓગસ્ટ
ક્રિકેટ: 29 જુલાઈ – 7 ઓગસ્ટ
સાયકલિંગ: 29 જુલાઈ – 7 ઓગસ્ટ
હોકી: 29 જુલાઈ – 8 ઓગસ્ટ
જુડો: 1 ઓગસ્ટ – 3 ઓગસ્ટ
લૉન બૉલ્સ: જુલાઈ 29 – ઑગસ્ટ 6
રિધમિક જિમ્નાસ્ટિક: 4 ઓગસ્ટ – 6 ઓગસ્ટ
સ્ક્વોશ: 29 જુલાઈ – 8 ઓગસ્ટ
સ્વિમિંગ: 29 જુલાઈ – 3 ઓગસ્ટ
ટેબલ ટેનિસ: 29 જુલાઈ – 8 ઓગસ્ટ
ટ્રાયથલોન: જુલાઈ 29 – જુલાઈ 31
વેઈટ લિફ્ટિંગ: 30 જુલાઈ – 3 ઓગસ્ટ
રેસલિંગ: 5 ઓગસ્ટ – 6 ઓગસ્ટ
મેચો ભારતમાં સોનીની Sony SIX, Sony TEN 1, Sony TEN 2, Sony TEN 3 અને Sony TEN 4 ટીવી ચેનલો પર પ્રસારિત થશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ મોબાઈલ પર Sony LIV એપ દ્વારા જોઈ શકાશે.