સામાન્ય રીતે આપણે એકવાર કોઈ વસ્તુ તેલમાં તળીએ છીએ, બાદમાં ફરીથી એનો ઉપયોગ કરીએ છીએ. એકને એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો અનેક બીમારીઓ ઘર કરી શકે છે. તો જો એકને એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો એ ઝેર બની શકે છે, જેને કારણે કેન્સર અને હાર્ટની ગંભીર બીમારીઓ થઈ શકે છે.
ઘણી વખત તેલને ગરમ કરવામાં આવે તો ફાયદો થવાને બદલે નુકસાન થાય છે, જેને કારણે શરીરમાં ‘જિનોટોક્સિક”મ્યૂટેજેનિક’ અને ‘કાર્સિનોજેનિક’ વધે છે. એક રિસર્ચ અનુસાર, આ પ્રકારના તેલના કારણે સેલ્સમાં પણ ગડબડ થાય છે. આ પ્રકારના તેલ વધુ ખાવામાં આવે તો ફેફસાં, આંતરડાં, બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધી જાય છે. દુનિયામાં આ પ્રકારનાં અનેક રિસર્ચ કરવામાં આવ્યાં છે.
તેલ વધુ ગરમ થવાથી કેન્સર થવાનું જોખમ
એવું માનવામાં આવે છે કે જ્યારે કેટલાક પ્રકારના ખોરાકને તેલમાં ઊંચા તાપમાને બનાવવામાં આવે છે, ત્યારે તેમાંથી ઉત્પન્ન થતી રાસાયણિક પ્રતિક્રિયા કેન્સરનું જોખમ પેદા કરી શકે છે.
કેન્સર પેદા કરતા તત્વો રસાયણોમાંથી ઉત્પન્ન થાય છે
વાસ્તવમાં, વૈજ્ઞાનિકો માને છે કે જ્યારે રાંધવા માટે તેલને ખૂબ ગરમ કરવામાં આવે છે, ત્યારે જે રાંધવામાં આવે છે તેમાંના રસાયણો તેલ સાથે ભળી જાય છે અને કેન્સર પેદા કરતા પદાર્થો ઉત્પન્ન થાય છે.
એવું માનવામાં આવે છે કે ખૂબ જ ગરમ તેલમાં ખોરાક રાંધવાથી નાસોફેરિંજલ, અન્નનળી અને અન્ય કેન્સરનું જોખમ વધી શકે છે. વધુ પડતી ગરમી ઓક્સિડેશન નામના રાસાયણિક પરિવર્તનનું કારણ બને છે. આ હાનિકારક ગણાતા સંયોજનો પેદા કરી શકે છે, જેમ કે એક્રેલામાઇડ.
બધા તેલ જોખમી નથી
બધા તેલ ખરાબ હોતા નથી ઉદાહરણ તરીકે ઓલિવનું તેલ હૃદયને સ્વસ્થ રાખવા માટે જાણીતું છે. કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડે છે.
આ તેલને વધુ ગરમ કરવાનું ટાળો
વનસ્પતિ તેલનું તાપમાન બિંદુ 400⁰(ફેરનહીટ) છે અને ઓલિવ તેલનું તાપમાન બિંદુ 470⁰(ફેરનહીટ) છે. એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલનો સ્મોકિંગ પોઈન્ટ 350⁰-410⁰ (ફેરનહાઈટ) છે જ્યારે નારિયેળ તેલનો સ્મોકિંગ પોઈન્ટ 350⁰ (ફેરનહાઈટ) છે.
સિગારેટથી પણ વધુ નુકસાનકારક છે ગરમ તેલનો ધુમાડો
વધુ સમય સુધી ગરમ કરેલા તેલનો ધુમાડો શ્વાસમાં જાય છે તો અનેક બીમારીઓ થઈ શકે છે. કૂકિંગ તેલના ધુમાડામાં 200થી વધુ પ્રકારનાં ગેસ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ફેટી એસિડ ધરાવતો આ ધુમાડો ન્યુમોનિયા તેમજ ફેફસાંના કેન્સર, ટ્યૂબરક્યુલોસિસ, અસ્થમા જેવા ફેફસાંના ગંભીર રોગો થઈ શકે છે.
નાળિયેર તેલમાં ચરબી અને પામિટિક એસિડ વધુ હોય છે, જે લોહીમાં ખરાબ કોલેસ્ટેરોલને વધારે છે, જે હૃદયની ધમનીઓમાં અવરોધનું મુખ્ય કારણ છે.