ઓનલાઈન ખરીદ-વેચાણમાં લોકો કંઈ પણ સોદો કરી લેતા હોય છે, એ કોઈ નવી વાત નથી, પરંતુ એક સાઈટ સ્ત્રીએ પતિને વેચવાની જાહેરાત મૂકીને સૌને ચોંકાવી દીધા છે. આ અજીબોગરીબ ઘટના ન્યુઝીલેન્ડથી સામે આવી છે.એક પત્નીએ એક સાઈટ પર પોતાના પતિને વેચવાની જાહેરાત મૂકી છે અને નવાઈની વાત એ છે કે પ્રોફાઈલ જોઈને પતિને ખરીદવામાં રસ દાખવનાર મહિલાઓ પણ ફૂટી નીકળી હતી.
આઇરિશ મહિલા લિન્ડા મેકએલિસ્ટર પતિ જહોન અને તેમના બે બાળકો સાથે ન્યુઝીલેન્ડમાં રહે છે. લિન્ડાએ પતિને વેચવા એક જાહેરાત સાઈટ પર પ્રકાશિત પણ કરી બહાર પાડી અને લખ્યું કે જો તેની ખાણીપીણીનું યોગ્ય ધ્યાન રાખવામાં આવશે તો તે વફાદાર રહેશે.
read more: મુંબઈ મેગા બ્લોકઃ 350 લોકલ અને 117 મેલ એક્સપ્રેસ 72 કલાક માટે રદ
અચરજની વાત એ છે કે ઘણી મહિલાઓએ આ જાહેરાતને ગંભીરતાથી લીધી. ૧૨ મહિલાઓ તો એવી નીકળી જેણે આ પતિને ખરીદી લેવામાં રસ દાખવ્યો હતો. પતિની બોલી ૫ હજાર રૂપિયા સુધી પહોંચી, પરંતુ થોડા કલાકો પછી ટ્રેડ મી નામની આ સાઈટે આ જાહેરાત હટાવી દીધી હતી.
લિન્ડાએ મૂકેલી જાહેરાત અનુસાર, જહોનની હાઇટ ૬ ફૂટ ૧ ઇંચ છે અને તેની ઉંમર ૩૭ વર્ષ છે. તેને શૂટિંગ અને માછલી પકડવાનો શોખ છે. તે એક ખેડૂત પણ છે. લિન્ડાએ આગળ લખ્યું કે જહોન નવી જગ્યાએ બેચેન હોઈ શકે છે, પરંતુ તે પોતાની રીતે ખુશ છે, તે ખાસ કરીને સારા છે. તેણે કહ્યું કે વેચાણ અંતિમ છે, વેચાણ બાદ તેમાં કોઈ રિટર્ન અથવા એક્સ્ચેન્જ નથી.