અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક બાદ ભારતીય જનતા પાર્ટી લોકોને દર્શન માટે અયોધ્યા લઈ જશે. દેશભરની તમામ 543 લોકસભા બેઠકો અને તમામ વિધાનસભા મતવિસ્તારોમાંથી લગભગ 2.5 કરોડ લોકોને અયોધ્યા લઈ જવામાં આવશે. રામલલાના દર્શન કર્યા બાદ અને અયોધ્યાની મુલાકાત લીધા બાદ લોકો પોતપોતાના શહેરોમાં પરત ફરશે. આ દરમિયાન લોકોને જણાવવામાં આવશે કે ભાજપ રામ મંદિરની લડાઈનો સૈકાઓનો સમસ્ત ઈતિહાસ લોકો સમક્ષ રજૂ કરશે એ ઉપરાંત પહેલા વિસ્તારનો દેખાવ કેવો હતો, આજે શું સ્થિતિ છે. અયોધ્યા રામ મંદિરથી આર્થિક, સામાજિક અને ધાર્મિક આધાર પર તેના ફાયદા શું થશે? જેવા વિવિધ પાસાઓ લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવશે.
ભાજપનું લક્ષ્ય છે કે દરેક લોકસભા સીટ પરથી પાંચ હજાર લોકોને અયોધ્ચા લઈ જવામાં આવશે. જે રાજ્યોના ક્ષેત્રોમાં ભાજપ પાસે સાંસદ કે ધારાસભ્ય નથી ત્યાંના પ્રતિનિધિ દરેક બે હજાર લોકોની વ્યવસ્થા કરશે. લગભગ ત્રણ મહિનામાં એક કરોડ લોકો દર્શન અને પૂજા કરવવામાં આવશે. બાકીના 1.50 કરોડ લોકોને આગામી મહિનાઓમાં દર્શન કરવાનો લ્હાવો મળશે.
ગુજરાત બ્રેકિંગ સમક્ષ ભાજપના એક વરિષ્ઠ નેતાએ વાતચીતમાં જણાવ્યા મુજબ, પક્ષની કોર કમિટીએ નિર્ણય કર્યો છે કે વર્તમાન સાંસદો અને ધારાસભ્યોએ એવા લોકોની યાદી તૈયાર કરશે જેમને અયોધ્યા લઈ જવાના છે. 23 જાન્યુઆરી પછી રામલલાના દર્શન માટે દરેક પાંચ હજાર લોકોના સમૂહને લાવવાના રહેશે. દૂર દૂરથી આવતા ભક્તોને ટ્રેન મારફતે અયોધ્યા લાવવામાં આવશે. સાંસદો અને ધારાસભ્યો પોતાના ભંડોળમાંથી લોકોને લાવવા, રહેવા અને ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરશે.