બે વર્ષ બાદ જૂનાગઢ તળેટીમાં ભવનાથનો મેળો યોજવાની પરવાનગી મળતાં વિશ્વભરના શિવભક્તોમાં આનંદ વ્યાપી ગયો છે. કલેક્ટર એલબી બાંભણિયાની આગેવાનીમાં મેયર ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ, વિવિધ ધાર્મિક-સામાજિક સંસ્થાઓ તેમજ સાધુસંત અગ્રણીઓની ઉપસ્થિતીમાં આયોજિત એક બેઠકમાં આ મેળાને મંજૂરી આપવામાં આવી છે.કોવિડ ગાઈડલાઈન સાથે ભવનાથનો મેળો યોજાશે.
read more: એબીજી શીપયાર્ડ સામે હવે એન્ફોર્સમેન્ટ વિભાગે દાખલ કર્યો કેસ
કોરોનાના હાહાકાર વચ્ચે 2 વર્ષથી જૂનાગઢમાં ભવનાથના મેળાનું આયોજન થઈ શક્યુ ન હતું. ઉલ્લેખનીય છે કે, અપાર શ્રદ્ધાના પ્રતિક આ ભવનાથ મેળામાં દેશભરમાંથી સાધુ-સંતો અને શિવભક્તો ઉમટી પડતા હોય છે. બે વર્ષ પછી ભવનાથ મેળાને મંજૂરી મળી હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ છવાયો છે.
કોરોનાના કેસો સાવ ઘટી ગયા બાદ ખાસ કરીને ગુજરાતના સાધુ સંતો અને શ્રદ્ધાળુંઓએ આ વર્ષે ભવનાથનો મેળો યોજવા પરવાનગી અપાવ તેવી માંગ કરી હતી. શિવરાત્રીના મેળો યોજવો કે નહીં અને યોજવો તો કયા માપદંડોને ધ્યાનમાં રાખી એ સંદર્ભે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં મેળાના આયોજન અંગે ચર્ચા થઈ હતી અને મેળો યોજાશે તેવો નિર્ણય લેવાયો હતો. મેળાના આયોજન માટે અલગ-અલગ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કોવિડની ગાઈડલાઈન મુજબ મેળો યોજાશે.