આરબીઆઈએ દેશની નવી ધિરાણ નીતિ સાથે સંખ્યાબંધ નવી જાહેરાતો પણ કરી છે. દેશના કરોડો ગ્રાહકો માટે સૌથી મહત્વની રાહતની વાત એ છે કે, 18 એપ્રિલ 2022થી દેશની તમામ નાણાંકીય સંસ્થાઓ ફરી સવારે નવ વાગ્યે ખુલતી થઈ જશે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા હવે બેન્કીંગ સમયમાં પણ ફેરફાર કર્યો છે. દેશની તમામ નાણાકીય સંસ્થાઓ સવારે નવ વાગ્યાથી કામકાજ શરુ કરશે. આરબીઆઈએ નવી ધિરાણ નીતિની જાહેરાત કરી હતી. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે આ વખતે એવી પણ જાહેરાત કરી છે કે, 18 એપ્રિલ 2022થી દેશની નાણાંકીય સંસ્થાઓ સવારે નવ વાગ્યે ખુલશે
અહીં એ પણ ઉલ્લેખ કરવો ઘટે છે કે, બેંક બંધ કરવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉ સવારે નવ વાગ્યાથી કામકાજનો સમય હતો પરંતુ કોરોનાને કારણે તેમાં એક કલાકનો ઘટાડો કરાયો હતો જે હવે પુર્વવત કરી દેવામાં આવ્યો છે. એટલે કે, બેંકો સવારે નવ થી ચાર વાગ્યા સુધી જાહેર કામકાજ માટે ખુલ્લી રહેશે. વચ્ચે 30 મીનીટ રિશેષ રહેશે. 18 એપ્રિલથી નવો સમય અમલમાં આવશે.