ત્રીજી લહેરના વળતાં પાણી સાથે ગુજરાતમાં કોરોના કેસ ઘટી ગયા છે. રાજ્ય સરકાર પણ હવે ઝડપભેર સ્થિતિ સામાન્ય થાય એ દિશામાં પગલાં ભરી રહી છે. આજે એક અતિ મહત્વના નિર્ણય હેઠળ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે, ગુરુવારથી હવે નાના ભૂલકાઓ માટે પણ શાળાઓ ખુલી જશે. આ સાથે્ જ ગુજરાતમાં સંપૂર્ણ શિક્ષણ ઓફલાઈન શરૂ થશે.
બે દિવસ પૂર્વે જ રાજ્યમાં ભુલકાઓ માટે મધ્યાહન ભોજન બંધ હોવા બાબતે ચિંતા કરતી રજૂઆત થઈ હતી ત્યારે હવે રાજ્ય સરકારના નિર્ણય અનુસાર, ગુરુવારથી બાળ મંદિર, આંગણવાડી અને પ્રિ-સ્કૂલ ફરી શરૂ કરવામાં આવશે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ કરતાં જણાવ્યું હતું કે કોરોના કાળમાં બે વર્ષના લાંબા ગાળા બાદ ફરી નાના બાળકો સ્કૂલે જશે. તમામ શાળાઓને કોરોના SOP નું પાલન કરવાનું રહેશે અને વાલીઓ દ્વારા સંમતિ પત્ર ભરી મોકલવાનું રહશે.