રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર-હેઠળના જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-સુરત દ્વારા “બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા ૨૦૨૩-૨૪” યોજાશે.
શહેર તેમજ જિલ્લા કક્ષાએ યોજાનારી બન્ને સપર્ધાઓમાં તા.૩૧/૧૨/૨૦૨૩ના રોજ ૦૭ વર્ષથી વધુ અને ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. જેમાં બાળ નાટકમાં વધુમાં વધુ ૧૫ સ્પર્ધકો સાથે ૦૮ સહાયકો તથા બાળ નૃત્ય નાટીકામાં વધુમાં વધુ ૨૫ સ્પર્ધકો સાથે ૦૮ સહાયકો ભાગ લઈ શકશે. બન્ને કૃતિઓની રજૂઆતનો સમય ઓછામાં ઓછો ૩૦ મિનિટ અને વધુમાં વધુ ૪૫ મિનિટ રહેશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છૂક સુરત શહેર તથા ગ્રામ્યની શાળાઓ તેમજ વિવિધ સંસ્થાઓને સ્પર્ધાના પ્રવેશપત્રો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પ્રથમમાળ,જુના સિવિલ કોર્ટ બિલ્ડીંગ, નાનપુરા, સુરત કચેરી ખાતેથી મેળવી તારીખ:-૨૬/૧૨/૨૦૨૩ સુધીમાં આધારકાર્ડ અને સ્ક્રિપ્ટ સહિત જમા કરાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી-સુરતની યાદીમાં જણાવાયું છે.