દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક થઈ. તેલંગાણાના હૈદરાબાદમાં ગણેશ પંડાલમાં ભગવાન ગણેશને ચઢાવવામાં આવેલા લાડુની 45 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. 12 કિલો લાડુની હરાજીમાં આટલા પૈસા જોઈને લોકો દંગ રહી ગયા. એટલું જ નહીં આ હરાજીએ એક રેકોર્ડ પણ બનાવ્યો છે.
વાસ્તવમાં, આ ઘટના હૈદરાબાદ સ્થિત મરાકથા શ્રી લક્ષ્મી ગણપતિ ઉત્સવ પંડાલની છે. એક રિપોર્ટ અનુસાર, આ લાડુની 44,99,999 રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. યોગાનુયોગ એ જ લાડુની એક દિવસ પહેલા 24.60 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. પરંતુ હવે આ 12 કિલોના લાડુની લગભગ બમણી કિંમતમાં હરાજી કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, આ હરાજી સાથે એવો રેકોર્ડ બન્યો છે કે લાડુની હરાજીમાં આટલી કિંમત અગાઉ ક્યારેય જોવા મળી નથી. માત્ર હૈદરાબાદ અને સિકંદરાબાદમાં જ નહીં, પરંતુ તેલુગુ રાજ્યોમાં લાડુની સૌથી વધુ બોલી અગાઉ ક્યારેય નહોતી લાગી. ગોલ્ડન લાડુ તરીકે જાણીતા આ લાડુની હરાજી પહેલા વેંગેટી લક્ષ્મા રેડ્ડીએ જીતી હતી પરંતુ બીજા દિવસે કિંમત વધી ગઈ હતી.
આ પછી બીજા દિવસે કાનાજીગુડા માર્કટાના આ લાડુને ગીતાપ્રિયા અને વેંકટ રાવે 45,99,999 રૂપિયામાં ખરીદ્યા. તમને જણાવી દઈએ કે દર વર્ષે બાલાપુરના લાડુની આવી હરાજી થાય છે. લાડુની હરાજી કરવાની પરંપરા 1994થી ચાલી રહી છે. હરાજીના નાણાંનો ઉપયોગ બાલાપુરમાં મંદિરોના વિકાસ માટે કરવામાં આવે છે.