ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં એક સાથે બબ્બે સિસ્ટમો હાલ સક્રિય થઈ ગઈ છે. સૌથી મોટા ડર કોઈ હોય તો એ બન્ને સિસ્ટમનો જ છે. કારણકે, એક સિસ્ટમ આખી સિસ્ટમ ખરાબ કરી શકે છે તો એકના બદલે બે-બે વરસાદી સિસ્ટમો ત્રાટકશે તો શું હાલત થશે. ગુજરાત પર મોટી આફત મંડાઈ રહી છે. ગુજરાતના માથે તોળાઈ મોટું જળસંકટ રહ્યું છે. ગુજરાતમાં વિનાશક વરસાદ આવી શકે છે. જી હાં, આ અમે નથી કહી રહ્યાં આ હવામાનની સ્થિતિ દર્શાવતા નિષ્ણાતો અને સત્તાવાર વેબસાઈટ પર આ માહિતી સ્પષ્ટ જાણી શકાય છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે રાજ્યના કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, ભરૂચ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા અને નર્મદામાં વરસાદને લઈ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે.
રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, હાલમાં જ હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, જે પ્રમાણે, આજે રાજ્યમાં 8થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લા સામેલ છે. આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મૉડમાં આવી ગયુ છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
વેધરવોચ કમિટીની ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. હવામાન વિભાગ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. રાહત કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. રાજ્યમાં વરસાદની સ્થિતિ અને આયોજન અંગે ચર્ચા કરાઈ હતી.
ઇન્ચાર્જ રાહત કમિશનરે જણાવ્યું કે, આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 જેટલા ગામોમાં પાણીને લઈ રસ્તાઓ બંધ થયા છે. આર એન્ડ બી વિભાગના અધિકારીઓ રસ્તાઓને ફરી શરુ કરવા માટે કામગીરી કરી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા ગામો સંપર્ક વિહોણા થયા છે. જિલ્લા તંત્ર દ્વારા મળેલ માહિતી મુજબ પાણીનો નિકાલ શરૂ થઈ ગયો છે. જલ્દી ગામડાઓનો ફરી સંપર્ક થઈ જશે. જિલ્લા તંત્રને એલર્ટ રહવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, 4 જુલાઈના રોજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.