શું ભૂત સાચે હોય છે? આ પ્રશ્નનો કોઈ ચોક્કસ જવાબ નથી. આ અંગે લોકોના અભિપ્રાય પણ વહેંચાયેલા છે. કેટલાક કહે છે કે ભૂતનું અસ્તિત્વ નથી અને કેટલાક તો ભૂતની પૂજા પણ કરે છે. દેશની રાજધાની દિલ્હીમાં બસમાં સવાર એક ‘ભૂત’નો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે પરંતુ અમે તેની પુષ્ટિ કરી રહ્યાં નથી.
વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે બસ સંપૂર્ણ ખાલી છે, બસમાં એક પણ મુસાફર નથી. વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે જ્યારે તેનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું તે સમય રાતનો હતો. વ્યક્તિ કહી રહ્યો છે કે કંડક્ટરની સીટ પર કોઈ બેઠું નથી, પરંતુ જ્યારે સીસીટીવી ચેક કરવામાં આવ્યું તો દેખાઈ રહ્યું છે કે કંડક્ટરની સીટ પર કોઈ બેઠું છે.
તે વ્યક્તિ કહી રહ્યો છે કે કંડક્ટરની સીટ પર કોઈ બેઠું છે, જેને આપણે જોઈ શકતા નથી, પરંતુ બસમાં લાગેલા સીસીટીવી વીડિયોમાં સફેદ શર્ટ પહેરેલ વ્યક્તિ બેઠેલો જોવા મળી રહ્યો છે આ વિડિયો નું સત્ય શું છે.
વીડિયો જોયા બાદ એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે મને લાગે છે કે સીસીટીવીમાં જૂનો વીડિયો બતાવવામાં આવી રહ્યો છે, આ વીડિયો લોકોને ભ્રમિત કરવા માટે રેકોર્ડ કરવામાં આવ્યો છે. એકે લખ્યું કે જાણે રીલ બનાવવા કંડક્ટરની સીટ પર ભૂત બેઠું હોય, કેમ ભાઈ? એકે લખ્યું કે આ એક નવું ભૂત છે જે CCTVમાં દેખાય છે પરંતુ એન્ડ્રોઇડ કેમેરામાં નથી.
એકે લખ્યું કે વિચિત્ર વાત છે કે સીસીટીવી ભૂતને કેદ કરી શકે છે પરંતુ મોબાઈલ ફોન કેમેરા નથી કરી શકતા. બસમાં સીસીટીસી નહીં પણ ભૂત ડિટેક્શન કેમેરા લગાવવામાં આવ્યા હોવાનું જણાય છે. એકે લખ્યું કે ભાઈ, મેં રાત્રે આ રીલ જોઈ અને હવે મારે ટોઈલેટ જવું પડશે. મારા ટોયલેટની બારી આગળ એક બસ ઉભી છે.