સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ CTET જાન્યુઆરી 2024 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. જે ઉમેદવારો સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટના જાન્યુઆરી સત્રમાં હાજર થવા માગે છે તેઓ CBSE CTETની અધિકૃત સાઇટ ctet.nic.in પર અરજી કરી શકે છે. CTET પરીક્ષા 21 જાન્યુઆરી, 2024 માં લેવાશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર, 2023 છે. ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ પણ 23 નવેમ્બર, 2023 છે. આ વખતે CTET પરીક્ષા 135 શહેરોમાં 20 ભાષાઓમાં લેવામાં આવશે. 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે અરજી ફોર્મમાં ભૂલો સુધારવાની તક મળશે.
ઉલ્લેખનીય છે કે CBSE દર વર્ષે બે વાર CTET પરીક્ષાનું આયોજન કરે છે. પ્રથમ પરીક્ષા જુલાઈ મહિનામાં અને બીજી ડિસેમ્બર મહિનામાં લેવામાં આવે છે. CTET પેપર-1 માં ભાગ લેનાર સફળ ઉમેદવારો વર્ગ 1 થી 5 માટે શિક્ષકની ભરતી માટે પાત્ર ગણવામાં આવશે. જ્યારે પેપર-2માં સફળ થયેલા ઉમેદવારો વર્ગ 6 થી 8 માટે શિક્ષકની ભરતી માટે પાત્ર ગણવામાં આવશે. આ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો સમગ્ર દેશમાં કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય અને આર્મી સ્કૂલોમાં શિક્ષકોની પોસ્ટ પર નિમણૂક માટે અરજી કરી શકે છે.
CTET પ્રમાણપત્રની માન્યતા આજીવન રહેશે. પરીક્ષા કેન્દ્રના ચાર વિકલ્પો ભરવાના રહેશે. CBSE ઉમેદવારને પરીક્ષા કેન્દ્રોમાંથી એક ફાળવવા માટે તમામ પ્રયત્નો કરશે. પરીક્ષાના બે દિવસ પહેલા ઉમેદવારોના એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે. CTETનું પરિણામ ફેબ્રુઆરીના અંતમાં જાહેર કરવામાં આવશે. અરજી ફીની વાત કરીએ તો, જનરલ અને ઓબીસી માટે તમારે પેપર-1 અથવા પેપર-2 માટે 1000 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે SC, ST, વિકલાંગ માટે તમારે 500 રૂપિયા ચૂકવવા પડશે.