દેશની સંખ્યાબંધ બેંકોને સંડોવતા રૂા.22,842 કરોડના છેતરપિંંડી કેસમાં એબીજી શીપ યાર્ડના પૂર્વ ચેરમેન અને એમડી ઋષિ અગ્રવાલ દિલ્હીમાં સીબીઆઇ સમક્ષ હાજર થયા છે. સીબીઆઈએ હવે તેમની પૂછપરછ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે પણ સીબીઆઇએ ઋષિ અગ્રવાલની પુછપરછ કરી હતી. આજે તેમને સીબીઆઈ સમક્ષ હાજર થવાની મુદ્દત આપવામાં આવી હતી. અગાઉની પૂછપરછમાં સીબીઆઈ તેમની પાસે કોઈ જાણકારી બહાર લાવી શક્યા ન હતા. આથી સીબીઆઇના અધિકારીઓ તેમને વધુ ભીંસમાં લાવી રહ્યા છે.
read more: સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે ગ્રીન કોરીડોર તૈયાર થશે
7 ફેબ્રુઆરીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આ ફ્રોડ અંગે ફરિયાદ કરી હતી. ફરિયાદ સાથે જ ઋષિ કે તેના કોઇપણ સાથીદારો દેશ છોડી ન શકે તે માટે લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી હતી.