ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ સંસદમાં જૈન સમાજ પર અભદ્ર ટિપ્પણી કરતા વિશ્વભરના જૈન સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ સંસદમાં નિવેદન આપ્યું હતું કે, જૈન યુવાનો માસાહારી છે, જૈનો લારીઓ પર જઇને નોનવેજ આરોગે છે. દેશ વિદેશમાં રહેતા જૈન શ્રેષ્ઠીઓએ તૃણમુલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઇત્રાની આપતિજનક ટિપ્પણીને વખોડી કાઢી છે અને આ સાંસદ સમાજની માફી માગે તેવો આક્રોશ છે.
જૈન ધર્મમાં કંદમુળ ખાવા પણ વર્જીત છે. અહિંસા પરમો ધર્મના સિદ્ધાંત અને જૈનોનો પ્રાણ છે. ભગવાન મહાવીર સ્વામીએ અહિંસાનો સંદેશ આપ્યો છે. સાંસદ મહુઆ મોઇત્રાની આ અભદ્ર ટિપ્પણી પર સમસ્ત જૈન સમાજમાં વ્યાપક રોષ વ્યાપી ગયો છે. જૈન સમાજનું કહેવું છે કે, આવા બેજવાબદાર ઉચ્ચારો કરતાં પૂર્વે સાંસદ મહુઆ મોઇત્રાએ ભારતીય સંસ્કૃતિ, તેમાંય ખાસ કરીને જૈન સમાજના ભોજન સંસ્કારો પર થોડું ઘણું અઘ્યયન કરી લેવાની જરૂર હતી.
read more: ટ્વિટર યુઝરે વીર દાસને પૂછ્યું- ‘તમે રાહુલ ગાંધીનું ભાષણ લખ્યું?’ અભિનેતાએ જવાબ આપ્યો
સંપુર્ણ વિશ્વમાં જૈન સમાજ એક શાકાહારી સમાજ તરીકે ઓળખ ધરાવે છે, પરંતુ મહુઆ મોઇત્રાની ટિપ્પણી સીધી રીતે જૈન સમાજની ભાવનાઓ વિચારો અને મુલ્યોને ખંડિત કરનારી ટિપ્પણી છે. જૈન સમાજની યુવા પેઢી પર તેમનું વ્યકતવ્ય વાસ્તવિકતાઓથી બિલકુલ વિપરીત છે. વિશ્વના જૈન અગ્રણીઓ, જૈન સંસ્થાઓ, જૈનોના સમસ્ત ફિરકાઓના વિચાર, આચાર્ય ભગવંતો, સાધુ સાઘ્વીજી ભગવંતો સાંસદની અભદ્ર ટિપ્પણીથી વ્યપિત થયા છે.
લોકસભાના સ્પીકરે પણ તૃણમુલ સાંસદ મહુઆ મોઇત્રાની જૈનો વિશેની અભદ્ર ટિપ્પણીને વખોડી કાઢી છે. તૃણમુલ સાંસદ મહુઆ મોઇત્રાની અભદ્ર ટિપ્પણીના સમસ્ત જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. અને માફી માંગવાની જોરદાર રજૂઆત થઇ રહી છે આગામી દિવસોમાં ગામો ગામ શહેરોમાં સમસ્ત જૈનો એકત્રિત થઇને તૃણમુલ સાંસદની અભદ્ર ટિપ્પણીના મુદે ઉગ્ર આંદોલનના મંડાણ થવા જોઈએ તેવી ભાવના સમાજમાં વ્યક્ત થઈ રહી છે.
સુરત, પાલિતાણા, શંખેશ્વર સહિત સમગ્ર ગુજરાતમાં પણ તૃણમુલ કોંગ્રેસના સાંસદની જૈનો માટે કરેલી અભદ્ર ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાત બહાર આવી રહયા છે. ઠેરઠેર જૈન અગ્રણીઓએ તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુવા મોઇત્રાની આપતિજનક ટિપ્પણીને વખોડી કાઢી અને માફી નહિ માંગે તો ઉગ્ર આંદોલન ચલાવવાની ચિમકી ઉચ્ચારી છે.
TMC સાંસદ મહુઆ મોઇત્રાના વિવાદાસ્પદ નિવેદનને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વખોડી કાઢ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કર્યું છે કે “સમગ્ર બંગાળમાં ચૂંટણી સમયે હિંસા આચરવાની શરૂઆત કરનાર મા દુર્ગાનું સરેઆમ અપમાન કરનાર તૃલમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ ગુજરાતના જૈન યુવાનો અમદાવાદમાં નોનવેજ ખાવાની મોજ લેતા હોવાનો આરોપ સંસદમા કર્યો છે તેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું.
અહિંસાના પાયા ઉપર રચાયેલા જૈન ધર્મ અને જૈન સમાજના આ અપમાનને કોઈ કાળે સાંખી લેવામાં આવશે નહીં. અહિંસાના ઉપાસક પૂજય મહાત્મા ગાંધીની ધરતી ઉપર નોનવેજ ખવાય છે તેવા આક્ષેપ કરી તૃલમુલ કોંગ્રેસે પોતાની ખરી ઓળખ છતી કરી દીધી છે. સાંસદ મહુવા મોઇત્રા પોતાનું આ નિવેદન પાછું ખેંચે અને ગુજરાતની જનતા અને જૈન સમાજની માફી માંગે.”