ઉત્તર પ્રદેશમાં માફિયા અને બાહુબલી લીડર અતીક અહેમદ ખતમ થઈ ગયો છે. અતીક અને તેના ભાઈની હત્યામાં પોલીસ તપાસ ચાલુ છે. આ દરમિયાન વધુ 61 માફિયાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં આ ગુનેગારો સામે કાર્યવાહી થઈ શકે છે.
જાણકારી અનુસાર યુપી પ્રશાસને 61 માફિયાઓની યાદી તૈયાર કરી લીધી છે. આ સાથે તેમની 500 કરોડની પ્રોપર્ટી ટાંચ કરવાનું પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારના જણાવ્યા અનુસાર, યુપી પોલીસે દારૂ માફિયા, જંગલ માફિયા, ગેરકાયદેસર રેતી ખનન, પશુઓની દાણચોરી અને અન્ય પર કાર્યવાહી કરવા માટે 61 ગુનેગારોની યાદી તૈયાર કરી છે.
હવે આ માફિયાઓ યુપી પોલીસના નિશાના પર છે- સુધાકર સિંહ (પ્રતાપગઢ), ગુડ્ડુ સિંહ (કુંડા), ગબ્બર સિંહ (બહરાઈચ), ઉત્તમ સિંહ (મેરઠ), બદન સિંહ, અજીત ચૌધરી અક્કુ, ધર્મેન્દ્ર કિર્થલ, અભિષેક સિંહ હની, નિહાલ. પાસી, રાજન તિવારી, સુધીર કુમાર સિંહ, વિનોદ ઉપાધ્યાય
સપા અને બસપા સાથે જોડાયેલા માફિયાઓ પણ આ યાદીમાં સામેલ છે. આ છે – રિઝવાન ઝહીર, દિલીપ મિશ્રા, અનુપમ દુબે, હાજી ઈકબાલ, બચ્ચુ યાદવ, જુગનુ વાલિયા અને લલ્લુ યાદવ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં કહ્યું છે કે તેમની સરકાર કોઈપણ માફિયાઓને છોડશે નહીં.
આ યાદીમાં મુખ્તાર અંસારી, બ્રિજેશ સિંહ, ત્રિભુવન સિંહ, ખાન મુબારક, સલીમ, સોહરાબ, રૂસ્તુમ, બબલુ શ્રીવાસ્તવ, વાલુમેશ રાય, કુંટુ સિંહ, સુભાષ ઠાકુર, સંજીવ મહેશ્વરી જીવા અને મુનીરના નામ પણ સામેલ છે.