બિહારના બેતિયામાં એવા વિચિત્ર બાળકનો જન્મ થયો કે તેને જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આવા વિચિત્ર બાળકના જન્મની વાત સાંભળતા દરેક વ્યક્તિ તેને જોવા હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યારે લોકોએ આ નવજાત બાળકને જોયું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાક લોકોએ કહ્યું કે તે બિલકુલ એલિયન જેવો દેખાય છે, કારણ કે તે સંપૂર્ણપણે મૂવીઝમાં દેખાતા એલિયન જેવો છે. જો કે હાલમાં બાળકના માતાની તબિયત સારી હોવાનું સામે આવ્યું છે.
જે બાળકની ચર્ચા થઇ રહી છે તે બાળકનું આખું શરીર ત્વચાને બદલે પ્લાસ્ટિક જેવું છે. આંખો અંગારા જેવી છે અને નાક નથી. દાંત પણ બહાર છે. વાસ્તવમાં, આ બાળકનો જન્મ 31 જુલાઈ, 2024ના રોજ બુધવારે બેતિયાના રામનગરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રામનગરના ખતૌરી પંચાયતના ખતૌરા ગામના રહેવાસી રાજેશ મુસહરની પત્ની રીમા દેવીએ આ બાળકને જન્મ આપ્યો છે.
રામનગર પીએચસીના મેડિકલ ઓફિસર ડૉ. ચંદ્રભૂષણે જણાવ્યું કે આ બાળકને જન્મજાત ખોટ છે. આને જન્મજાત વિકૃતિ કહેવાય. તેમણે કહ્યું કે નવજાત શિશુના શરીર પર કોઈ ચામડી નથી. જન્મજાત દાંત બહાર આવી ગયા છે અને આંખ કે કાન નથી.
તે જ સમયે, એલિયન જેવા બાળકના જન્મના સમાચારની સમગ્ર બિહારમાં ચર્ચા થઈ રહી છે. તેને જોવા માટે બેતિયામાં લોકોની કતાર લાગી છે. હોસ્પિટલમાં ભારે ભીડને કારણે પોલીસ પણ બોલાવવી પડી હતી.