રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જ્યારે હજુ પણ વરસાદ પૂરજોશમાં વરસશે તેવું લાગી રહ્યું છે. કેમ કે, સતત હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. આવામાં ગુજરાતના હવામાનને લઇને એક મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે. આખા દેશમાં 7 સિસ્ટમ સક્રિય છે. જ્યારે ગુજરાત નજીક વરસાદ વરસાવે એવી 4 સિસ્ટમ સક્રિય હોવાનું સામે આવ્યું છે. ચાલો, જાણીએ ક્યાં-ક્યાં સક્રિય છે સાયક્લોનિક સર્ક્યુલેશન…
દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે જેના કારણે હાલ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પાંચ દિવસ કેવું ચોમાસું રહેશે તે અંગેની હવામાન વિભાગે આપેલી આગાહી જોઇએ. હવામાન વિભાગે આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ થવાનું અનુમાન આપ્યું છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં હળવા વરસાદની આગાહી છે. તથા રાજકોટ, જામનગર,પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબીમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 48 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં વરસાદ સાથે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે.
આજે ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં રેડ અલર્ટ અપાયું છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર બોટાદમાં પણ ઓરેન્જ અલર્ટ અપાયું છે. તો રાજકોટ, મોરબી અને કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર -કચ્છ પર નવી સિસ્ટમ બની છે. હાલમાં ગુજરાત પર ત્રણ સિસ્ટમ સર્જાઈ છે. એક દક્ષિણ ગુજરાત પર, બીજી ઉત્તર ગુજરાત પર અને રાજસ્થાન તરફ ત્રીજી છે. આ સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિઓ વધી છે. જેના કારણે ગુજરાતમાં આખો જુલાઈ મહિનામાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આકશી આફતની આગાહી કરી છે. સમુદ્રમાં એકના બદલે બબ્બે સિસ્ટમ સક્રિય થયા હોવાની વાત પણ કરવામાં આવી છે. એકના બદલે સમુદ્રમાં બબ્બે સાયક્લોનિક સિસ્ટમો સક્રિય થતાં હવે ગુજરાત પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે.