લંડનથી અમૃતસર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઓવરહેડ હેન્ડ બેગેજ સ્ટોરેજમાંથી પાણી લીક થતું જોવા મળે છે. વીડિયોમાં પેસેન્જર સીટોની ઉપરના કોચના પેનલ ગેપમાંથી પાણી લીક થતું જોવા મળે છે.
એર ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે તે “આ અણધારી ઘટના પર ખેદ વ્યક્ત કરે છે”. એક વ્યક્તિએ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, “એર ઇન્ડિયા…. અમારી સાથે ઉડાન ભરો – તે કોઈ પ્રવાસ નથી… તે એક તરબોળ અનુભવ છે.
એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 24 ગેટવિકથી અમૃતસર માટે ઉડાન ભરેલી ફ્લાઈટ AI169 એ “કેબિનની અંદર કન્ડેન્સેશન એડજસ્ટમેન્ટની એક દુર્લભ ઘટના” વિકસાવી હતી, જેના કારણે મુસાફરોને અસરગ્રસ્ત સીટો પરથી અન્ય ખાલી સીટો પર ખસેડવામાં આવ્યા હતા.