ગુજરાત સહીત અમદાવાદમાં વાહનચાલકો બેફામ બન્યા છે.જાણે કે પોલીસ તેમજ કાયદાનું ભાન ના હોય તેમ માતેલા સાંઢની જેમ વાહન હંકારતા હોય છે. જેના કારણે નિદોષ લોકો તેનો ભોગ બનતા હોય છે.ત્યારે અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.અહીં કાર ચાલકે એક પરિવારના ત્રણ લોકોને કચડી નાખ્યા હતા અને બાદમાં સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ લોકોએ કાર ચાલકનો પીછો કર્યો હોવા છતાં તે ભાગી ગયો હતો. હિટ એન્ડ રનની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
કાર ચાલકે તમામને કચડી નાખ્યા
મળતી માહિતી મુજબ, આ ઘટના નિકોલના ગુરુકુલ સર્કલ પાસે બની હતી. અહીં એક પરિવાર રાત્રિના સમયે ચાલવા માટે નીકળ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પરિવારના ત્રણ સભ્યો રોડની બાજુમાં ઊભા રહીને વાતો કરી રહ્યા હતા. જોકે આ જ સમયે અચાનક એક કાર ચાલકે તમામને કચડી નાખ્યા અને પછી ત્યાંથી કાર હંકારીને ફરાર થઈ ગયો હતો.
108ને જાણ કરીને ચારેય સભ્યને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કારની સ્પીડ ખૂબ જ હતી. અને ટક્કર એટલી જોરદાર હતી કે અંકિત વિરાણી ઉછળીને દૂર સુધી ફેંકાયા હતા. જ્યારે તેમના પત્ની, સાળા અને દીકરી જમીન પર પટાકાયા હતા. ઘટના બનતા જ લોકો ભેગા થઈ ગયા હતા. જો કે લોકોએ કારચાલકને પકડવા માટે દોડ્યા હતા પણ તે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ ઘટના બાદ તાત્કાલિક 108ને જાણ કરીને ચારેય સભ્યને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે ગનુો નોંધી તપાસ હાથ ધરી
કારે ટક્કર મારતા અંકિતભાઈને માથાના ભાગે જ્યારે તેમની દીકરીને મોઢાના ભાગે અને તેમના પત્ની અને સાળાને પણ ઈજા પહોંચી છે. હાલ આ સમગ્ર મામલે કારચાલ સામે ગુનો નોંધીને આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગાડીના નંબર સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.