ગુજરાતમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવા આવેલા અને અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા આતંકીઓના પૂછપરછમાંઅનેક મોટા ખૂલાસા થયા છે. જેમાં આતંકીઓના ફોનનું ચેકિંગ કરવામાં આવ્યુ છે. જેમાં જાણવા મળ્યું હતું કે કોમ્યુનિકેશન માટે આતંકીઓ સિગ્નલ એપનો ઉપયોગ કરતા હતા. જ્યારે આ સમગ્ર તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ અને તમિલનાડુ ATS પણ તપાસમાં જોડાઈ છે.જેના પગલે આગામી દિવસોમાં અન્ય મોટા ખુલાસાઓ સામે આવશે.
આરોપી મોહમ્મદ નુસરત મુંબઈમાં બે વાર ગોલ્ડ સ્મગલિંગના કેસમાં ઝડપાયો છે ઉપરાંત શ્રીલંકામાં મારામારી અને ડ્રગ્સના કેસ થયેલા છે. જ્યારે મહંમદ ફારિસ પર શ્રીલંકાની જેલમાં ડ્રગ્સના કેસો થયેલા છે, રઝદિન પર ઘર ફોડ ચોરી અને ત્રણ એમડી ડ્રગ્સના કેસોમાં સંકળાયેલો છે. નફરાન સામે કોઈ રજીસ્ટર કેસ નથી પણ ડ્રગના કેસોમાં સંકળાયેલો હોવાનું તેણે સ્વીકાર્યું છે. ફારીસ અને રઝડીન પહેલી વાર ભારત આવ્યા હતા. મોહમ્મદ નુસરત 38 વાર અને નફરાન 40 વાર આ અગાઉ ભારત આવી ચૂક્યા છે. ફેબ્રુઆરીમાં તેમના હેન્ડલરના સંપર્કમાં આવ્યા પછી આ તેમની ભારતમાં પહેલી મુલાકાત હતી. આ તમામ મુલાકાતની તપાસ કરાશે.

ટ્રેનિંગ લીધી હોવાની વાત નક્કી
એરપોર્ટ પર ઉતરેલા ચારેય આતંકવાદીઓ શું કરવાના હતા? તેની હજુ સુધી પુષ્ટી ભલે થઈ નથી. પરંતુ એટલું નક્કી છે કે તેઓ હથિયારોથી ખૂબ જ વાકેફ હતા. આ ચારેયને દરેક પ્રકારની ટ્રેનિંગ મળી છે તે વાત પણ નક્કી છે. પરંતુ ટ્રેનિંગ ક્યાં લીધી અને કયા કારણથી ISIS સાથે જોડાયા તે અંગે હજી વિગતો મેળવવામાં વાર લાગે તેવી પરિસ્થિતિ છે.
હિન્દુ નેતાઓની ટાર્ગેટ કિલિંગનો પણ પ્લાન
પોલીસે જણાવ્યું કે ચારેય આતંકવાદીઓને યહૂદીઓના મહત્વના સ્થળો પર હુમલો કરવાનું કામ આપવામાં આવ્યું હતું. આ સાથે જ ભાજપ અને આરએસએસની સાથે-સાથે કેટલાક હિન્દુ નેતાઓની ટાર્ગેટ કિલિંગનો પણ પ્લાન હતો. જો તેઓને હેન્ડલર તરફથી સૂચના મળી હોત તો તે બધા મળીને દેશમાં આત્મઘાતી હુમલો કરવાની યોજના ઘડી રહ્યા હતા.
નાના ચિલોડા વિસ્તારમાં હથિયારો છુપાવ્યા હોવાની બાબતે પણ તપાસ
મોબાઈલમાં કેટલાક ફોટા અને લોકેશન મળ્યા, જે અમદાવાદના નાના ચિલોડાના હતા. પાકિસ્તાન હેન્ડલરે એક જગ્યાએ હથિયાર મૂકેલા હતા, તેના ફોટા લોકેશન મળ્યા હતા. માહિતીના આધારે નાના ચિલોડામાં એટીએસ પહોંચી હતી. તેમણે નાના ચિલોડા વિસ્તારમાં હથિયારો છુપાવ્યા હોવાની બાબતે પણ તપાસ શરૂ કરી છે.
આ આતંકવાદીઓ માટે ભારતમાં હથિયારોની વ્યવસ્થા કરાઈ હતી. અબૂએ તેમને આદેશ આપ્યો હતો કે અમદાવાદના નાનાચિલોડા લોકેશન પર જાઓ, ત્યાં હથિયાર મળશે. પોલીસને આ જગ્યાએથી 3 પિસ્તોલ, કારતૂસ અને ISISનો ઝંડો મળ્યો છે. હથિયારો પર પાકિસ્તાનના FATA વિસ્તારનું નામ લખેલું છે. એટલા માટે એ સ્પષ્ટ છે કે આ હથિયાર પાકિસ્તાનથી આવ્યા હતા. આતંકવાદીઓની ધરપકડ બાદ હવે ભારતમાં આ હથિયાર મૂકનારને શોધવામાં આવી રહ્યો છે.