આગામી ૭મી મે-૨૦૨૪ના રોજ રાજયભરમાં ૧૮મી લોકસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો પર મતદાન થશે. લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી પર્વમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવાર પસંદ કરતા હોય છે.ત્યારે આઝાદી બાદ પ્રથમ થયેલી ૧૯૫૧ની ચુંટણીમાં સુરતની સંસદીય બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ લોકસભાની પ્રથમ ૧૯૫૧ની ચુંટણીમાં કુલ ૭,૪૫,૦૯૩ જેટલા મતદાતાઓ નોંધાયેલા હતા જે પૈકી ૫૭.૮૦ ટકા મતદાન નોંધાયું હતું.
આઝાદીના વર્ષ બાદ ૧૯૫૧ થી ર૦૧૯ સુધીની લોકસભા ચૂંટણીઓમાં સુરત સંસદીય બેઠક પર સૌથી વધુ ૬૯.૭૧ ટકા મતદાન ૧૯૭૧ જયારે ઓછું ૩૨.૨૬ ટકા મતદાન ૧૯૯૯માં નોંધાયું હતું. ૨૦૦૪ની લોકસભા ૨૩,૭૭,૧૯૮ જેટલા સૌથી વધુ મતદારો નોંધાયા હતા. જેમાં ૧૩,૦૨,૨૨૬ પુરષ મતદારો તથા ૧૦,૭૪૯૭૦ સ્ત્રી મતદારો નોંધાયા હતા. જયારે ૧૯૫૭ની ચુંટણીમાં સૌથી ઓછા ૩,૭૪,૬૧૪ મતદારો નોંધાયા હતા.
૧૯૫૧ની પ્રથમ લોકસભાથી ૨૦૧૪ની લોકસભા દરમિયાન સમયાતરે નવા સીમાંકન થતા નવા મતદારોનો નોંધાયા હતા. સમગ્ર લોકસભાના કુલ મતદારો પર નજર કરીએ તો ૧૯૫૧માં ૭,૪૫,૦૯૩ મતદારો, ૧૯૫૭માં ૩,૭૪,૬૧૪ મતદારો, ૧૯૬૨માં ૪,૧૭,૩૭૭ મતદારો, ૧૯૬૭માં ૪,૨૨,૧૩૮ મતદારો, ૧૯૭૧માં ૪,૬૯,૨૬૫ મતદારો,૧૯૭૭માં ૮,૮૨,૯૬૩ મતદારો, ૧૯૮૦માં ૭,૬૦,૮૬૨ મતદારો, ૧૯૮૪માં ૯૦૫૮૩૧ મતદારો, ૧૯૮૯માં ૧૨,૮૮,૭૨૯ મતદારો, ૧૯૯૧માં ૧૪,૦૯૨૦૨ મતદારો, ૧૯૯૬માં ૧૮,૯૦૬૨૬ મતદારો, ૧૯૯૮માં ૧૯,૫૦૯૫૮ મતદારો, ૧૯૯૯માં ૧૯૫૦૯૫૮ મતદારો, ૨૦૦૪માં ૨૩,૭૭,૧૯૮ મતદારો, ૨૦૦૯માં ૧૪,૨૦,૯૬૯ મતદારો, ૨૦૧૪માં ૧૪,૮૪,૦૨૦ મતદારો, ૨૦૧૯ની લોકસભાની સામાન્ય ચુંટણી માટે ૧૬,૫૫,૬૫૮ મતદારો જયારે વર્તમાન ૨૦૨૪માં કુલ ૧૭,૬૭,૩૭૭ મતદારો નોંધાયા છે.
સુરત લોકસભામાં મતદાનની ટકાવારી જોઈએ તો ૧૯૫૧માં ૫૭.૮૦ ટકા, ૧૯૫૭માં ૬૧.૩૦ ટકા, ૧૯૬૨માં ૬૦.૦૬ ટકા, ૧૯૬૭માં ૬૧.૭૭ ટકા, ૧૯૭૧માં ૬૯.૬૧ ટકા, ૧૯૭૭માં ૬૮.૮૩ ટકા, ૧૯૮૦માં ૬૨.૩૮ ટકા, ૧૯૮૪માં ૬૦.૩૭ ટકા, ૧૯૮૯માં ૫૪.૩૬ ટકા, ૧૯૯૧માં ૪૩.૨૮ ટકા, ૧૯૯૬માં ૪૪.૫૮ ટકા, ૧૯૯૮માં ૪૭.૧૪ ટકા, ૧૯૯૯માં ૩૨.૨૬ ટકા, ૨૦૦૪માં ૩૭.૭૦ ટકા, ૨૦૦૯ની ચુંટણીમાં ૪૯.૦૧ ટકા, ૨૦૧૪માં ૬૩.૯૦ ટકા, ૨૦૧૯માં ૬૪.૫૮ ટકા મતદાન નોંધાયું હતું. વર્તમાન ૭મી મેના રોજ યોજાનાર ચુંટણીમાં પણ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.