જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ખુબ જ રંગે ચંગે સમાપ્ત થઇ હતી. જેના સાથે જ મહેમાનોને રિટર્ન ગિફ્ટ પણ આપવામાં આવી છે. જેટલો ભવ્ય ફંક્શન હતો તેટલી જ યાદગાર ગિફ્ટ પણ અંબાણી પરિવાર તરફથી આપવામાં આવી છે. જે તમામ ગિફ્ટ વનતારા થીમ બેઝ પર છે. તમામ મહેમાનોના હાથમાં અંબાણી પરિવારે આપેલી રિટર્ન ગિફ્ટથી ભરેલી બેગ જોવા મળી હતી.
શું-શું છે બેગમાં?
સેરેમનીમાં હાજરી આપ્યા બાદ હવે મહેમાનો ટાઉનશીપથી જામનગર એરપોર્ટ પહોંચી રહ્યા છે. તમામ મહેમાનોના હાથમાં અંબાણી પરિવારે આપેલી રિટર્ન ગિફ્ટથી ભરેલી બેગ જોવા મળી રહી છે. ગિફટની વાત કરવામાં આવે તો તમામ મહેમાનોને એક સિંહનું પેઈન્ટિંગ તેમજ બેગ આપેલી છે. બેગમાં બે પેનના બોક્સ, ‘વનતારા’ ડિઝાઈનવાળા કાગડના રેપરમાં ચોકલેટ, વનતારાના થીમ બેઝ કેલેન્ડર સહિત અન્ય ગિફ્ટ પર આપવામાં આવી છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં આવેલા મહેમાનોને જયપુરમાં બનાવેલી ભેટ આપવામાં આવી હતી. જયપુરમાં બનેલા ‘દોહર’ (હેન્ડલુમ) માટેનું કાપડ તમિલનાડુથી મંગાવવામાં આવ્યું છે. આ ભેટમાં બે દોહર અને એક થેલી છે.
અંબાણી પરિવારની ટીમ પાસેથી માહિતી મળ્યા બાદ સ્થાનિક ટીમ આ દોહર બનાવવાની પ્રક્રિયા પર સતત કામ કરી રહી હતી. દોહર બનાવનાર હર્ષિતે કહ્યું- પહેલો એક ભાગ ડિસેમ્બરમાં તૈયાર થયો હતો. તે સમયે નીતા અંબાણીએ કેટલાક ફેરફારોની માંગ કરી હતી. જાન્યુઆરીમાં અંબાણી પરિવારની ટીમ પણ જયપુર આવી હતી. ત્યારબાદ બીજો નમૂનો તૈયાર કરાયો હતો. આ પ્રક્રિયા લગભગ ચાર વખત થઈ. આ પછી નીતા અંબાણીએ તેને ફાઈનલ કર્યું.
અનંત અંબાણીના પ્રાણી બચાવ મિશનથી પ્રેરિત, 12થી વધુ ડિઝાઇનરોએ પ્રાણી સંગ્રહાલય અને જંગલ થીમ પર ડિઝાઇન્સ બનાવી. ખૂબ જ ઓછો સમય હોવા છતાં, કંપનીએ સમયસર લગભગ 2 હજાર ઉત્પાદનો તૈયાર કર્યા. પ્રિન્ટિંગ, કટિંગ, સ્ટીચિંગ, પેકિંગના દરેક તબક્કે તમામ પ્રોડક્ટ્સની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.
લગ્નના કાર્ડમાં પણ આ જ થીમ
આમાં દોહર, બેબી દોહર, હોટ વોટર બોટલ કવર, મસંદ વગેરે ખાસ છે. પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ બધા જ યુગલોમાં જોઈ શકાય છે. લગ્નના કાર્ડમાં જે પ્રકારની થીમ વપરાય છે. તેવી જ રીતે દોહરમાં પણ આ દોહર પર હાથના રંગથી વિવિધ પ્રકારના પ્રાણીઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે.
દોહર એટલે શું?
તે કાપડના ત્રણ સ્તરોથી બનેલો એક પ્રકારનો ધાબળો છે. જે કપાસમાંથી બનાવવામાં આવે છે. લોકો તેને હળવા શિયાળામાં અથવા ACમાં ઉપયોગ કરવાનું પસંદ કરે છે. મુસાફરી દરમિયાન પણ લોકો તેને પોતાની સાથે રાખી શકે છે. તેનું કદ સિંગલમાં 60 X 90 ઇંચ અને ડબલમાં 90 X 90 ઇંચ છે. જંગલ થીમ પર બનેલા આ દોહરમાં ફલેનલ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફેબ્રિકને પહેલા ત્રણ ટુકડામાં કાપવામાં આવે છે. પછી ત્રણેયને મિશ્ર કરીને એકસાથે જોડવામાં આવે છે.
જેને VVIP મહેમાનોની હોટલના રૂમમાં રાખવામાં આવ્યા હતા. ખરેખર, ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ, આનંદ મહિન્દ્રા, ગૌતમ અદાણી, શાહરૂખ ખાન, આમિર ખાન, મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર સહિત વિશ્વની મોટી હસ્તીઓ અહીં પહોંચી હતી.