જ્યોતિષીય ગણતરીમાં ગ્રહ 9 વિશેષ મહત્વ ધરાવે છે. જ્યોતિષીઓ નવ ગ્રહો અને 27 નક્ષત્રો, તારીખ, સમય વગેરેને ધ્યાનમાં રાખીને ભવિષ્યવાણી કરે છે. જ્યોતિષના જાણકારોનું કહેવું છે કે દરેક મનુષ્યના જીવનમાં ગ્રહોનું વિશેષ મહત્વ હોય છે. જીવન પર ગ્રહોની ખાસ અસર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાણો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુના દોષ દૂર કરવાના સરળ ઉપાય.
સૂર્ય
નોન વેજ અને આલ્કોહોલનું સેવન ન કરો. અથવા તો તેને ઓછું કરો. આ સિવાય ઘાટા રંગના કપડાનું દાન કરો. કામ પર જતા પહેલા એક ગ્લાસ પાણીમાં ખાંડ નાખીને તે પાણી પીવો.
ચંદ્ર
દૂધ સંબંધિત વેપાર કરવાથી મંગળ બળવાન બને છે. પક્ષીઓને પાળવા ન જોઈએ એટલે કે પક્ષીઓને ઘરમાં કેદ ન કરવા જોઈએ. ચાંદીના ગ્લાસમાં પાણી પીવો. માતાના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળો.
મંગળ
લાલ રંગના કપડાં પહેરો.દરરોજ ગાયને ચારો ખવડાવો.તેમજ પક્ષીઓને ચણ નાખો.
બુધ
આલ્કોહોલ અને નોન-વેજનું સેવન ન કરો. નવા કપડાં પહેરતા પહેલા તેને ધોઈ લો. ચાંદીના ગ્લાસમાં પાણી પીવો. મંદિરમાં ચોખા અને દૂધનું દાન કરો.
ગુરુ
સોનાના ઘરેણાં પહેરો. તમારા પિતાને તેમના કામમાં મદદ કરો. ગરીબોને પૈસા આપો. જરૂરિયાતમંદોને ભોજન અને કપડાં આપો.
શુક્ર
શુક્રને મજબૂત કરવા માટે હીરા જડિત ઘરેણાં પહેરો. શુક્ર મંત્રનો જાપ કરો. દેવી લક્ષ્મીની પૂજા કરો. પૂજા સમયે તેમને સફેદ ફૂલ અને મીઠાઈઓ અર્પણ કરો.
શનિ
શનિવારે કાળા અડદનું દાન કરો. શનિ મંદિરમાં સરસવના તેલનું દાન પણ કરો. જો તમે મંદિરની બહાર ભિખારીઓ જુઓ તો તેમને જરૂરી વસ્તુઓ આપો.તેમજ શનિવારે અડદની વસ્તુ આરોગો.
રાહુ
ગાયત્રી મંત્રનો જાપ કરો. માતા દુર્ગાની પૂજા કરો. માતા દુર્ગાની પૂજામાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો શુભ રહેશે.
કેતુ
જ્યોતિષની સલાહ લીધા પછી ગ્રહ પહેરો. કેતુના મંત્રનો જાપ કરો. ગણપતિની પૂજા દુર્વા, મોદક અને નારિયેળથી કરો. જરૂરિયાતમંદોને કાળા ધાબળાનું દાન કરો.