અમદાવાદમાં આંતરવસ્ત્રો ( લિંગરી)ની જાહેરાતમાં 30 વર્ષની યુવતીના મોર્ફ ફોટાનો ઉપયોગ કરવાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ઈસનપુરમાં રહેતી એક મહિલાએ લિંગરીની જાહેરાતમાં તેની તસવીર જોઈને અમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જાહેરાતમાં પોતાનો ફોટો મોર્ફ કરીને ઉપયોગ કરવાની વાત કરી છે. આ ચોંકાવનારા મામલામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પીડિત મહિલા પોતે એક નિવૃત્ત પોલીસ અધિકારીની પુત્રી છે.
ઈસનપુરમાં રહેતા પૂર્વ પોલીસ અધિકારીની પુત્રીએ સાયબર ક્રાઈમમાં તેનો ફોટો મોર્ફ કરીને તેનો ઉપયોગ કરવાની ફરિયાદ આપી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં લિંગરીની જાહેરાતોના ફોટોગ્રાફ્સ પણ સામેલ કર્યા છે. મહિલાની ફરિયાદ મુજબ, તે છેલ્લા બે વર્ષથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ છે. તે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે 23 નવેમ્બરના રોજ તેને તૃપ્તિ ચૌહાણ નામના ઈન્સ્ટાગ્રામ યુઝરનો મેસેજ મળ્યો હતો. જેમાં ફોટો મોર્ફ કરીને તેનો ઉપયોગ કરવાની માહિતી મળી હતી. પીડિતાના જણાવ્યા મુજબ, તેની જાણ વગર મોર્ફ કરેલા ફોટાનો ઉપયોગ લિંગરીની જાહેરાતમાં પ્રોફાઇલ પિક્ચર તરીકે કરવામાં આવ્યો હતો. પીડિતાના જણાવ્યા અનુસાર, જ્યારે તેણે તે એકાઉન્ટ પર ક્લિક કર્યું, ત્યારે તેને એક લિંગરી બ્રાન્ડની ઘણી અશ્લીલ જાહેરાતો મળી, જેમાં તેના મોર્ફ કરેલા ફોટા હતા.
ફરિયાદીના જણાવ્યા અનુસાર, એક અજાણ્યા ઇન્સ્ટાગ્રામ યુઝરે એક લૅંગરી બ્રાન્ડની જાહેરાતમાં ઉપયોગમાં લેવાતી તસવીરોમાં તેના ચહેરાનો ઉપયોગ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાની ફરિયાદની તપાસ કર્યા બાદ FIR નોંધવામાં આવી છે. સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા અનુસાર ટીમ ઈન્સ્ટાગ્રામ યુઝરના આઈપી એડ્રેસને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે કહ્યું કે ફરિયાદીની છબી ખરાબ કરવા માટે આ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોઈ શકે છે. તેઓ એ હકીકતને પણ નકારતા નથી કે જાહેરાત એજન્સીએ તેમની સંમતિ વિના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. પોલીસ તપાસ ચાલી રહી છે.