પ્રી વેડિંગ ફોટોશૂટ આજકાલ ભારે ટ્રેન્ડમાં છે. પ્રી-વેડિંગ ફોટોશૂટને વધુમાં વધુ યાદગાર બનાવવા ઘણા ચીત્ર-વિચીત્ર થીમને અનુસરવામાં આવે છે. ઘણા લોકો જંગલ થીમ પર ફોટોશૂટ કરાવે છે તો કેટલાક લોકો દરિયા કિનારે જાય છે તો કેટલાક લોકો જૂના કિલ્લાઓ ફોટોશૂટ માટે પસંદ કરતા હોય છે. ઘણી વખત તેમાં અણધાર્યા પ્રસંગો જોડાતાં હોય છે. ક્યારેક ભયંકર એવી ભૂલો પણ સામે આવી જાય છે કે લોકો કહી ઊઠે કે શા માટે આ ઘેલછા જે જોખમ નોતરે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ નદીની વચ્ચે બેસીને પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવી રહ્યું હતું. પછી કંઈક એવું બને છે, જેને જોઈને લોકો ચોકી ઊઠે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકો સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ નદીમાં બેસીને પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવી રહ્યું છે. ત્યારે અચાનક એક સાપ બહાર આવે છે, જેને જોઈને કપલ ડરી જાય છે. આ વીડિયો પણ ઘણો ડરામણો છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 51 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયો પર 1 લાખ 66 હજારથી વધુ લાઈક્સ જોવા મળી રહ્યા છે. વાયરલ થતા આ વીડિયો પર ઘણા યુઝર્સની કોમેન્ટ જોવા મળી રહી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું- આ ખૂબ જ ડરામણો વીડિયો છે. આશા રાખું છું બધું સારું છે. અન્ય એક યુઝર પર કોમેન્ટ કરતાં તેણે લખ્યું- ઓહ માય ગોડ… આ બંનેની હિંમત જોઈને હું ચોંકી ગયો છું.