વર્ષ 2024 શરૂ થવામાં હવે ફક્ત ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં 2024નું વર્ષ તમારી અને તમારા સ્વજનો માટે કેવું નિવડશે એ ચિંતા સ્વભાવિક છે. તમને જણાવી દઈએ કે વર્ષના પ્રથમ ચાર મહિનામાં ગુરુ મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. સૂર્યદેવની મેષ રાશિમાં ભ્રમણ વખતે, વર્ષના પ્રથમ 4 મહિનામાં, ગુરુ તેની પાંચમી દ્રષ્ટિથી સિંહ રાશિને જોશે, જ્યારે સાતમી દ્રષ્ટિથી તુલા રાશિને જોશે અને નવમી દ્રષ્ટિ તેની પોતાની રાશિ ધન રાશિ પર પડી રહી છે. ગુરુની દ્રષ્ટિ ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. આ સિવાય ગુરુ જે રાશિમાં હોય છે તેના માટે પણ ફાયદાકારક હોય છે. 1 મેથી ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. એ પૂર્વે ગુરુની તમામ રાશિઓ પર અસર જાણો.
મેષ – 2024ના પ્રથમ ચાર મહિના મેષ રાશિના જાતકોના પ્રથમ એટલે કે લગ્ન સ્થાનમાં ગુરૂ રહશે. ગુરુ મેષ રાશિના જાતકોને આ સ્થાનમાં થોડી પરેશાની આપી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે શારીરિક અને માનસિક તણાવમાંથી પસાર થવું પડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી આવક ઓછી અને ખર્ચ વધુ થશે. તેમજ આ સમયગાળા દરમિયાન તમને ધર્મમાં વધુ રસ રહેશે.
વૃષભ- ગુરુ 2024ની શરૂઆતમાં વૃષભ રાશિના 12મા સ્થાનમાં રહેશે. આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ ડગમગી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી આવક ઓછી અને ખર્ચ વધુ થશે. વધુમાં, તમે ઘરેલું અને વ્યવસાય સંબંધિત ગૂંચવણોને કારણે વધુ તણાવ અનુભવી શકો છો.
મિથુનઃ- મિથુન રાશિના લોકો માટે 11માં ભાવમાં ગુરુ સાથે 2024નું આગમન થશે. એટલે 2024ની શરૂઆત આ રાશિ માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહે. ભાગ્ય તેમને પૂરેપુરો સાથ આપશે અને લાભ અને પ્રગતિની ઘણી સારી તકો મળે. આ સમયગાળામાં મિથુન રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહે. વાહન અને મિલકતનો આનંદ મળશે સાથે જ દરેક કામમાં સફળતા મળે.
કર્કઃ- 2024ની શરૂઆત થતાં ગુરુ કર્ક રાશિના 10મા ભાવમાં રહેશે. ગુરુના કારણે તમારે સંઘર્ષ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમે સંઘર્ષમય સમયમાંથી પસાર થશો. જો કે આ સમયગાળા દરમિયાન તમારી આવક સામાન્ય રહેશે, પરંતુ તમારા ખર્ચાઓ વધુ રહેશે. આ ઉપરાંત, તમે કોઈને કોઈ મુદ્દાને લઈને તણાવમાં પણ રહેશો અને તમને તમારા સ્વાસ્થ્ય પર ગુરુની નકારાત્મક અસર પણ જોવા મળશે.
સિંહ – ગુરુ સિંહ રાશિથી નવમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ સંજોગોમાં 2024ની શરૂઆતના સમયગાળા દરમિયાન ગુરુ તમને શુભ ફળ આપશે. નવા વર્ષની શરૂઆત આ રાશિ માટે અનુકૂળ રહેશે જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છે છે. તમને તમારા કરિયરમાં પણ એક પછી એક સફળતા મળશે. આ સમયગાળા દરમિયાન તમારો સ્વભાવ ખૂબ જ ધાર્મિક રહેશે. તમે ધાર્મિક કાર્યો વગેરેમાં ભાગ લેશો.
કન્યા – 2024ની શરૂઆતમાં ગુરુ તેમની રાશિથી 8મા ભાવમાં રહેશે. કન્યા રાશિના લોકો પર વર્ષનો પ્રારંભ ગુરુના નકારાત્મક પ્રભાવથી થશે. આર્થિક સ્થિતિ નિરાશાજનક રહેશે. આવક ઓછી અને ખર્ચ વધુ થશે. નવા વર્ષના પ્રથમ ચાર મહિના પારિવારિક જીવન પણ તણાવપૂર્ણ રહેશે. વેપારમાં ગૂંચવણો વધશે અને માનસિક તણાવ પણ ખૂબ જ રહેશે. તમે કોઈ વાતની ગુપ્ત ચિંતાઓથી પણ પરેશાન થઈ શકો છો. તમારું સ્વાસ્થ્ય પણ થોડું નરમ રહે.
તુલાઃ- ગુરુ વર્ષારંભે તુલા રાશિથી સાતમા ભાવમાં રહેશે. આ સંજોગોમાં 2024ની શરૂઆતમાં વિશેષ પરિશ્રમ પછી જ તમે નિર્વાહ આવકના સાધન ઉત્પન્ન કરી શકશો. આ સમયગાળા દરમિયાન તમને વાહન સુખનો પ્રબળ યોગ છે. પરંતુ, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું તમને મોંઘુ પડી શકે છે. સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખો.
વૃશ્ચિકઃ- ગુરુ વૃશ્ચિક રાશિ માટે 2024ના પ્રથમ ચાર મહિના છઠ્ઠા ભાવમાં રહેશે. આ ગોચર વખતે તમારે ખાસ કાળજી લેવી પડશે. ગુરુ તમારા ખર્ચમાં વધારો કરશે પરંતુ તમારી આવક મર્યાદિત રહેશે. સંજોગોને પહોંચી વળવા લોન પણ લેવી પડી શકે છે. આ સિવાય તમને કોઈ બીમારી વગેરે થવાની પણ સંભાવના છે. તમારા દુશ્મનોથી પણ થોડા સાવધાન રહો. તમારા આયોજિત કાર્યમાં અવરોધો આવી શકે છે. વર્ષારંભે અત્યંત ભાગદોડ રહે.
ધન- ગુરુ વર્ષના પ્રથમ ચાર મહિના ધન રાશિથી પાંચમા ભાવમાં રહેશે. આ સંજોગોમાં ધન રાશિના લોકો પોતાના પૈસા શુભ કાર્યોમાં ખર્ચી શકે છે. તમે આ સમયગાળામાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં સફળ થશો. શિક્ષણ સંબંધિત પરિણામો તમારી તરફેણમાં આવશે. તમે આ સમયગાળા દરમિયાન કોઈપણ મિલકત અથવા વાહન પણ ખરીદી શકો છો. ભાગ્ય તમારા પક્ષમાં હોવાથી વર્ષારંભે પ્રગતિના દ્વાર ખુલશે.
મકરઃ- ગુરુ 2024ની શરૂઆતમાં મકર રાશિથી ચોથા ભાવમાં રહેશે. આ સંજોગોનો નિર્દેશ છે કે, પ્રથમ ચાર મહિનાઓ ગુરુ તમને આરામ ઓછો અને સંઘર્ષ વધારે આપશે. મકર રાશિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. આર્થિક સ્થિતિ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારે વાહન સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે. તમારી આવક સામાન્ય રહેશે.
કુંભ – 2024ની શરૂઆતના ચાર મહિનાઓ ગુરુ તમારી રાશિથી ત્રીજા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં કુંભ રાશિના લોકોની આવક સામાન્ય રહેશે. પરંતુ, તમારા ખર્ચમાં અચાનક વધારો થશે. જેના કારણે તમારું બજેટ પ્રભાવિત થઈ શકે છે. ગુરુના કારણે તમને શારીરિક પીડા પણ થશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહેશો. ઘરેલું બાબતોને કારણે સતત મૂંઝવણ અને તણાવની સ્થિતિ રહેશે.
મીન – ગુરુ 2024ની શરૂઆતમાં રાશિથી બીજા ઘરમાં છે. આ ગોચર વર્ષારંભે મીન રાશિના લોકોને ગુરુ ખૂબ જ શુભ ફળ આપશે. આ સમય દરમિયાન, તમે ઉચ્ચ પ્રતિષ્ઠિત લોકો સાથે પરિચિત થશો. આ સમયગાળા દરમિયાન તમારા માટે લાંબા અંતરની મુસાફરી કરવાની પણ શક્યતાઓ છે. ગુરુના પ્રભાવને કારણે તમને સારી રકમ મળશે અને તમારી આવક આ સમયગાળામાં શુભ કાર્યોમાં ખર્ચ કરી શકશો.