મેટ્રો હોય કે ભારતીય રેલવેની ટ્રેન, ‘રીલબાઝો’ દરેક જગ્યાએ કોઈપણ શરમ કે સંકોચ વગર વીડિયો બનાવી લે છે. વીડિયો માટે તે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ હિંમતભેર ડાન્સ કે ચીવિચીત્ર કરતા શરમાતા નથી. લેટેસ્ટ વીડિયો લોકલ ટ્રેનનો છે, જેમાં એક છોકરી ડાન્સ કરી રહી છે. પરંતુ જેવી તેને ખબર પડી કે તેની પાછળ એક પોલીસકર્મી ઉભો છે, તે અચકાવા લાગી. પરંતુ થોડી ક્ષણોના ખચકાટ પછી તે પોલીસ સામે પણ નાચવા લાગે છે.
પછી શું… બીજી જ ક્ષણે પોલીસના યુનિફોર્મમાં હાજર વ્યક્તિ પણ જોશભેર નાચવા લાગે છે. આ જોઈને ઈન્ટરનેટ પર લોકો પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે જેમણે આવા લોકોને રોકવા જોઈએ… તેઓ પોતે જ ડાન્સ કરી રહ્યા છે. જ્યારે કેટલાક યુઝર્સે વીડિયોને સ્ક્રિપ્ટેડ ગણાવ્યો છે. સારું, તમારું શું માનવું છે ? ગુજરાત બ્રેકિંગને કોમેન્ટમાં જણાવો.