પ્રદેશ કોઈપણ હોય પરંતુ ભારતના લોકો ભાત વગરનું ભોજન પસંદ જ નથી કરતાં. ગુજરાતી ભાણાની વાત કરીએ તો તેમાં લોકો એક સમય અચૂક જ દાળભાાત ખાય છે. પરંતુ કેટલાક લોકોને ભાત કરતાં રોટલી ખાવાનું વધુ ગમે છે. હવે આધુનિક સમયમાં જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે લોકો ભાત કરતાં રોટલી ખાવાનું વધુ પસંદ કરે છે. ઘણા લોકોનું માનવું છે કે વધુ પડતા ભાત ખાવાથી વજન વધે છે. પણ એવું બિલકુલ નથી. ચોખામાં પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. રોટલી ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે, જ્યારે ચોખા ડાંગરના દાણાને શુદ્ધ કરીને તૈયાર કરવામાં આવે છે. એ ચર્ચા લોકોમાં ઘણી વખત થતી રહે છે કે કયું ભોજન સારું, ભાત કે રોટલી? થાળીમાં જ્યારે ભાત હોય ત્યારે એ રોટલી પહેલા કે પછી ખાવા જોઈએ? ભાત અને રોટલી સંતુલિત માત્રામાં ખાવા જોઈએ જ્યારે ખોરાકમાં બંનેનો સમાવેશ થાય છે.
રોટલી અને ભાત ક્યારેય એક સાથે ન ખાવા જોઈએ. તેથી, જ્યારે પણ તમે બંને ખાઓ, એક અંતર રાખો. જ્યારે તમે બંને અનાજ ખાઓ છો, ત્યારે તે આંતરડામાં સ્થાયી થાય છે, ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધે છે. બંને અનાજ કાર્બોહાઇડ્રેટ્સથી સમૃદ્ધ છે. શરીરમાં સ્ટાર્ચ વધવા લાગે છે. આ બંને અનાજ બરાબર પચતું નથી અને સોજો આવી જાય છે. આવી સ્થિતિમાં બંનેને ક્યારેય સાથે ન ખાવું જોઈએ. તેનાથી તમારું પેટ પણ ખરાબ થઈ શકે છે.
પહેલા રોટલી ખાઓ, પછી ભાત ખાઓ. ભોજનની શરૂઆતમાં, તમારે ભાત ન ખાવા જોઈએ, નહીં તો તમારું પેટ ભરાઈ જશે અને તમે ફરીથી રોટલી ખાઈ શકશો નહીં. તેથી, આવી સ્થિતિમાં સૌ પ્રથમ રોટલી ખાવી જોઈએ અને તે પછી જ ભાત ખાવા જોઈએ તેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.