ગૂગલ તેના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પર કન્ટેન્ટ માટે ફિલ્ટર્સનો ઉપયોગ કરે છે, પરંતુ તેમાં એક મોટો બગ આવ્યો છે, જેનો ફાયદો ઉઠાવીને લોકો યુટ્યુબ પર અશ્લીલ અને એડલ્ટ વીડિયો અપલોડ કરી રહ્યા છે. આ સ્થિતિમાં, યુટ્યુબ પર અશ્લીલ સામગ્રીનું પૂર આવ્યું છે. YouTube ને પણ આ બગ વિશે માહિતી મળી છે અને તેને રિપેર કરવા કામ કરી રહ્યું છે.
યુટ્યુબ હેકર્સ નામના હેકિંગ ગ્રુપે યુટ્યુબના આ બગ વિશે માહિતી આપી છે. આ હેકર્સ ગ્રૂપનો દાવો છે કે પોર્નહબ જેવી એડલ્ટ સાઇટ્સમાંથી કન્ટેન્ટ સીધા જ YouTube પર શેર કરી શકાય છે.
હેકર્સે દાવો કર્યો છે કે તેઓએ યુટ્યુબના કન્ટેન્ટ મોડરેશન એલ્ગોરિધમને બાયપાસ કર્યું છે. યુટ્યુબ પર એડલ્ટ કન્ટેન્ટને લઈને એક ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે જેને યુટ્યુબ પોર્ન હન્ટર નામ આપવામાં આવ્યું છે. આ બધું યૂટ્યૂબ પર તેની એડલ્ટ કન્ટેન્ટ પોલિસીનો ભંગ કરીને થઈ રહ્યું છે.
YouTube ની પુખ્ત સામગ્રી નીતિ શિક્ષણ, દસ્તાવેજી અને વૈજ્ઞાનિક સામગ્રી પર લાગુ પડતી નથી. માઈબર્ગ નામના રિપોર્ટમાં આ હેકર ગ્રુપની શોધ થઈ છે. આ જૂથો વિડિયો શીર્ષક, વર્ણન વગેરેમાં ફેરફાર કરીને પુખ્ત સામગ્રીના વિડિયો અપલોડ કરી રહ્યાં છે.
આ રિપોર્ટ સામે આવ્યા બાદ ઘણા વીડિયો ડિલીટ કરવામાં આવ્યા છે. ગૂગલે આ બગ પર કહ્યું છે કે તે આવા વીડિયોને ડિલીટ કરી રહ્યું છે અને આવા વીડિયો પોસ્ટ કરનાર ચેનલોને પણ બંધ કરી દેવામાં આવશે.