કોમન એડમિશન ટેસ્ટ 2023 (CAT 2023) માટે નોંધણીની સંખ્યામાં વિક્રમી વધારો નોંધાયો છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) માં MBA માં પ્રવેશ મેળવવા માંગતા લગભગ 3.3 લાખ અરજદારોએ CAT 2023 માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વર્ષ 2022 માં CAT 2023 પ્રવેશ પરીક્ષા માટે 2.55 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.
CATના ઈતિહાસમાં આ વર્ષનું રજિસ્ટ્રેશન સૌથી વધારે છે. CAT 1977 માં તેની સ્થાપના પછી ક્યારેય 3 લાખના આંકને સ્પર્શી શક્યું ન હતું. કુલ સંખ્યામાં વાર્ષિક ધોરણે 75,000 અરજીઓનો વધારો એ પણ પોતાનામાં એક રેકોર્ડ જ છે.
યાદ અપાવી દઈએ કે, 2023 માટે CAT નોંધણી વિન્ડો 21 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે બંધ થઈ. જે ઉમેદવારોએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમના એડમિટ કાર્ડ 25 ઓક્ટોબરે સત્તાવાર વેબસાઇટ iimcat.ac.in પર જાહેર કરવામાં આવશે. શેડ્યૂલ મુજબ, CAT પરીક્ષા 26મી નવેમ્બરે લેવામાં આવશે. ઉમેદવારોએ કોઈપણ સંજોગોમાં એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. એ ભારપૂર્વક જાહેરાત થઈ ચૂકી છે કે, કોઈપણ સંજોગોમાં એડમિટ કાર્ડ વગર ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.