એક મહત્વના ચૂકાદામાં હાઈકોર્ટે માતા દ્વારા તૈયાર કરાયેલા ભોજનની પ્રશંસા કરતા કહ્યું કે જો માતા-પિતા પોતાના બાળકોને ખરાબ આદતોથી દૂર રાખવા માંગતા હોય તો તેમણે સ્વિગી અને ઝોમેટો પાસેથી ફૂડ મંગાવવું જોઈએ નહીં પરંતુ માતાના હાથેથી રાંધેલું ભોજન આપવું જોઈએ. આ સાથે કેરળ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું કે બાળકોને તેમના ફાજલ સમયમાં મેદાનમાં રમવાની છૂટ આપવી જોઈએ. આનાથી બાળકોને મોબાઈલ ફોનનું વ્યસન થતું અટકશે.
હાઈકોર્ટની બેન્ચે કહ્યું હતું કે, ‘સ્વિગી’ અને ‘ઝોમેટો’ દ્વારા રેસ્ટોરાંમાંથી ખોરાક ખરીદવાને બદલે, બાળકોને તેમની માતા દ્વારા તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણવા દો અને બાળકોને તે સમયે અને જ્યારે તેઓ પાસે ફાજલ સમય હોય ત્યારે રમતના મેદાનમાં રમવા દો. , તેમને માતાના સ્વાદીષ્ટ ખોરાકની સુગંધ માણવાની ટેવ પડવા દો.”
પોર્નોગ્રાફી સંબંધિત અપરાધના કેસની સુનાવણી કરતા હાઇકોર્ટના જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને માતા-પિતાને સલાહ આપી હતી કે તેઓ સ્વિગી અને ઝોમેટો દ્વારા રેસ્ટોરાંમાંથી ફૂડ મંગાવવાનું ટાળે. આ સાથે, કોર્ટે કેસની સુનાવણી કરતી વખતે, તે વ્યક્તિ સામેના ફોજદારી આરોપોને ફગાવી દીધા હતા, જેને પોલીસે રસ્તાના કિનારે ઉભા રહીને તેના મોબાઇલ પર પોર્ન જોવા બદલ ધરપકડ કરી હતી.
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે શેર કર્યા વિના અથવા અન્યને દર્શાવ્યા વિના, પોર્નોગ્રાફી ખાનગીમાં જોવી એ ભારતીય દંડ સંહિતાની કલમ 292 હેઠળ ગુનો ગણવામાં આવશે નહીં. જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને મોબાઈલ પર ખાનગીમાં પોર્ન વીડિયો જોવાને ગોપનીયતાના અધિકાર તરીકે ગણાવ્યા હોવા છતાં, તેમણે તમામ માતા-પિતાને તેમના બાળકો પર નજર રાખવાનું પણ સૂચન કર્યું હતું. તેઓએ કડક દેખરેખ વિના સગીર બાળકોને મોબાઈલ ફોન આપવા સાથે સંકળાયેલ સંભવિત જોખમો વિશે ચેતવણી નોંધ પણ જારી કરી હતી. જજે કહ્યું કે મોબાઈલમાં ખોટા વીડિયો જોઈને બાળકો બરબાદ થઈ શકે છે. તેથી, તેમને મોબાઇલની આદતથી બચાવવું વધુ સારું છે.