ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગતના જણાવ્યા અનુસાર, CAIT ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્ર શાહ 1990થી CAIT માટે કાર્યરત છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તેમણે વેપાર ઉદ્યોગના અનેક પ્રશ્નો કેન્દ્ર સરકાર સાથે સૂમેળ કરી હલ કરાવવામાં મહ્તવનું યોગદાન આપ્યું છે. મહેન્દ્ર શાહના 85માં જન્મદિવસે અમદાવાદ ખાતે તેમનું લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે CAITના વિવિધ રાજ્ય પ્રતિનિધિઓ, તેમજ CAITના રાષ્ટ્રીય પ્રમુખ બી સી ભરતિયા, રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલ તેમજ CAITના ગુજરાતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.