આ સમયે તમામની નજર શેરબજારમાં LICની પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) પર છે. પરંતુ રોકાણકારોને આ સપ્તાહે રોકાણની ત્રણ નવી તકો મળવાની છે. આમાં પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસિસ, દિલ્હીવેરી અને વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ લિ.ના IPOનો સમાવેશ થાય છે. આ IPOનું કુલ કદ રૂ. 6,000 કરોડનું હશે. જો તમે LIC ના IPO માં ભાગ લેવાનું ચૂકી ગયા હો, તો આ IPO માં તમારા માટે એક તક બાકી છે.
સૌથી પહેલા પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસીસનો આઈપીઓ આવશે. ખુલશે. આ IPO 10 મેના રોજ ખુલશે, જ્યારે દિલ્હીવેરી અને વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સના IPO 11 મેના રોજ ખુલશે. પ્રુડન્ટ કોર્પોરેટના IPOનું કદ રૂ. 538.61 કરોડ છે. જ્યારે વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સનો આઇપીઓ રૂ. 165.42 કરોડ અને દિલ્હીવેરીનો આઇપીઓ રૂ. 5,235 કરોડનો હશે.
LICના IPOમાં બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત હિસ્સો સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. ઈસ્યુ હેઠળ બિન-સંસ્થાકીય રોકાણકારો માટે કુલ 2,96,48,427 શેર આરક્ષિત હતા. તેની સરખામણીમાં કુલ 3,06,73,020 બિડ મળી હતી. આ ઈસ્યુ બંધ થવામાં હજુ એક દિવસ બાકી છે. સ્ટોક એક્સચેન્જો પાસેથી મળેલી માહિતી અનુસાર, LICનો IPO અત્યાર સુધીમાં 1.59 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે.
જો કે, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે આરક્ષિત શેર હજુ સંપૂર્ણ રીતે ખરીદવાના બાકી છે. અત્યાર સુધી આ સેગમેન્ટમાં માત્ર 0.67 ટકા શેર જ ખરીદવામાં આવ્યા છે. રિટેલ ઇન્વેસ્ટર સેગમેન્ટમાં 6.9 કરોડ આરક્ષિત શેર્સ માટે કુલ 9.57 કરોડ બિડ મળી છે. આમ રિટેલ ઇન્વેસ્ટર સેગમેન્ટ 1.38 ગણું સબસ્ક્રાઇબ થયું છે. LICના પોલિસીધારકો માટે આરક્ષિત સેગમેન્ટ અત્યાર સુધીમાં 4.4 વખત અને કર્મચારીઓ માટે આરક્ષિત સેગમેન્ટ 3.4 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ચાલુ મહિના એટલે કે મે મહિનાના પ્રથમ ચાર ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારોમાંથી રૂ. 6,400 કરોડથી વધુ રકમ પાછી ખેંચી લીધી છે. ગયા અઠવાડિયે ભારતીય રિઝર્વ બેન્ક અને યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કર્યો હતો, જેની અસર FPIsના વલણ પર પડી છે.
કોટક સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ (રિટેલ)ના વડા શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે, “ક્રુડ ઓઇલના ઊંચા ભાવ, નાણાકીય વલણ કડક અને અન્ય પરિબળોને કારણે નજીકના ભવિષ્યમાં FPI પ્રવાહ અસ્થિર રહેશે. એપ્રિલ 2022 સુધી સતત સાત મહિના સુધી, FPIs ભારતીય બજારોમાં ચોખ્ખા વિક્રેતા રહ્યા છે અને તેમણે ઇક્વિટીમાંથી રૂ. 1.65 લાખ કરોડ પાછા ખેંચ્યા છે. તેનું મુખ્ય કારણ યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરમાં વધારાની આશંકા વચ્ચે કથળતી જતી રાજકીય પરિસ્થિતિ છે. આ સપ્તાહે…
વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ રહેવાથી બજારને અસર થવાની સંભાવના છે
ક્રૂડ ઓઈલના ભાવ અને ડોલર સામે રૂપિયાની અસ્થિરતા પણ અસર કરશે
વૈશ્વિક સ્તરે પણ ઘણા મેક્રો ઈકોનોમિક ડેટા આવવાના છે.
યુએસ ફુગાવાના આંકડા 11 મેના રોજ આવશે
ભારતના ફુગાવા અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા 12 મેના રોજ આવશે
SBI, Tata Motors, L&T, UPL, Tech Mahindra અને Cipla સહિત અનેક કંપનીઓના પરિણામ આવશે.