ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ, તમામ ખાદ્ય વેપારીઓ માટે ફૂડ લાયસન્સ અને નોંધણી મેળવવી ફરજિયાત છે. ફૂડ લાયસન્સ વિના વેપાર કરવા પર છ મહિનાની જેલ અને મહત્તમ પાંચ લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. નોંધણી વગર ખાદ્યપદાર્થોનો વ્યવસાય કરવાની શ્રેણી હેઠળ વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. સુરત મહાનગરપાલિકા આગામી સપ્તાહમાં નોંધણી વગરના વેપારીઓ સામે ત્રાટકવા વિશેષ તૈયારીઓ કરી રહી છે.
પાલિકાએ ગુજરાત બ્રેકિંગને આપેલી વિગતોમાં જણાવ્યું છે કે, સુરતમાં કોઈપણ વેપારી કે જેમની પાસે લાઇસન્સ અને નોંધણી નથી. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ખાદ્યપદાર્થોના વેપારીઓ, દૂધના વિક્રેતાઓ, કરિયાણા, હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ફળ, શાકભાજીના વિક્રેતા, પાણીપુરી, ચાટ, પૌઆ, સમોસા, પાનના ગલ્લાઓ, ટિફિન સેન્ટરો, ટ્રાન્સપોર્ટરો, રેશનની દુકાનો, ગોડાઉનો, કેટરર્સ, સરકારી સંચાલિત કેન્ટીન, બિન- સરકારી સંસ્થાઓ અને ખાદ્યપદાર્થો કે જેઓ ખાદ્યપદાર્થો સાથે સંબંધિત વસ્તુઓનું ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણ કરે છે તેમના માટે લાઇસન્સ અને નોંધણી લેવી ફરજિયાત છે.
ખાદ્ય વેપારીઓ કે જેમનું વાર્ષિક ટર્નઓવર રૂ. 12 લાખથી વધુ છે, ઉત્પાદકો કે જેનું ઉત્પાદન દરરોજ એક મેટ્રિક ટનથી વધુ છે. જરૂરી દસ્તાવેજો, ઓળખકાર્ડ, ગુમસ્તા, ભાડા કરાર, રજીસ્ટ્રી, વીજ બિલ ફી માટે પાત્રતા મુજબ દર વર્ષે બે થી પાંચ હજાર રૂપિયામાં નોંધણી કરાવી શકાશે. ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીઓ કે જેમનું વાર્ષિક ટર્નઓવર 12 લાખથી ઓછું છે. ઉત્પાદકો જેમનું ઉત્પાદન દરરોજ એક મેટ્રિક ટન કરતાં ઓછું છે. જરૂરી દસ્તાવેજો ઓળખ કાર્ડ, નવો પાસપોર્ટ સાઇઝ ફોટો ફી રૂ. 100 વાર્ષિક વત્તા પોર્ટલ ચાર્જ વધુમાં વધુ 5 વર્ષ માટે અરજી કરી શકે છે. લાયસન્સ માટેની અરજી, નોંધણી પાલિકા ઝોન અથવા સુરત મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન પણ કરી શકાય છે.પાલિકા આ સપ્તાહે ફૂડ લાયસન્સ અને નોંધણી બાબતે ચેકીંગ હાથ ધરવા વિશેષ આયોજન કરી ચૂકી છે.