ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ ગુજરાતમાં ફરી એકવાર રાજકીય માહોલ જામશે. હકીકતમાં, રાજ્યની Agricultural Produce Market Committee (APMC) એટલેકે, ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકારી આગેવાનોએ પણ પોતપોતાની લોબીંગ શરૂ કરી દીધી છે. સહકારી ક્ષેત્રના રાજકારણમાં આ ચૂંટણીનું મહત્વ સહેજે ઓછું નથી છતાંય આ વખતની ચૂંટણી અનેક સહકારી ક્ષેત્રના દિગ્ગજ ખેલાડીઓના ભાવિ નક્કી કરશે એટલે તેના પર સૌની જ નજર રહેવાની. અહીં એ પણ જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીના કારણે APMCમી તારીખો બાકી રહી હતી. આ ચૂંટણીઓના જાહેર થયેલા કાર્યક્રમો મુજબ, એ તબક્કાવાર ફેબ્રુઆરીથી શરૂ થઈ છેક મે મહિના સુધી ચાલશે.
APMC એવું સહકારી ક્ષેત્ર છે જ્યાં શાકભાજી અને ફળફળાદી તેમજ અનાજનો વેપાર અને વહીવટ થતો હોય છે. ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે અને એ જ કારણ છે કે, સમિતિ પર વર્ચસ્વ માટે આગેવાનો તલપાપડ હોય છે. સહકારી ક્ષેત્રની સૌથી વર્ચસ્વની આ લડાઈ હવે રાજકીય પક્ષોથી અછૂતી નથી રહી અને એ જ કારણ છે કે તેમાં બધા કાવાદાવા પણ ચરમસીમાએ હોય છે. જાણો કઈ તારીખે કઈ એપીએમસીની ચૂંટણી નક્કી થઈ છે.
રાજ્યની 23 APMCની ચૂંટણીનો કાર્યક્રમ :
3 ફેબ્રુઆરી- વિજાપુર APMC
24 ફેબ્રુઆરી- રાજપીપળા APMC
4 માર્ચ- અંજાર APMC
12 એપ્રિલ- બાયડ APMC
17 એપ્રિલ- કરજણ, સિદ્ધપુર, માણસા, વાસદ, ટીંબી અને વાલિયા, તારાપુર અને ડીસા, બોડેલી અને ઉમરાળા APMCની ચૂંટણી
24 એપ્રિલ- સુરત અને વિરમગામ
26 એપ્રિલ- સોનગઢ (તાપી) APMC
27એપ્રિલ- માલપુર APMC
28 એપ્રિલ- કાલાવડ
29 એપ્રિલ- માંડલ
1 મે- વાલોડ અને સાવલી
5 મે- ધંધુકા APMCની ચૂંટણી યોજાશે