રોટલી શાક હોય કે દાળ ભાત. કાઠીયાવાડી ભોજન હોય કે સુરતી વાનગીઓ. ગુજરાતી જ નહીં લગભગ ભારતીય ભોજન પાપડ વિના અધૂરું છે. જો કે, માત્ર 5 થી 10 રૂપિયામાં જ આ પાપડ આપણને કોઈપણ હોટલમાં સરળતાથી મળી જાય છે અને ખાવાનો સ્વાદ અનેકગણો વધી જાય છે. ભાઈ, એટલે જ તો દરેક ભારતીય પાપડનો દીવાના છે, પણ જ્યારે એ જ પાપડ કોઈ હોટલમાં 500 રૂપિયાથી વધુમાં વેચાય ત્યારે કોઈથી સહન થાય ખરું !
આ મલેશિયાની એક રેસ્ટોરન્ટની વાત છે જ્યાં એક પાપડની કિંમત 27 રિંગિટ એટલે કે 511 રૂપિયા હતી. આ પાપડને એશિયન નાચોસ નામ આપવામાં આવ્યું હતું. સૌપ્રથમ તો ભારતીય વાનગીનું નામ બદલવામાં આવ્યું અને તેની ઉપર તેની કિંમત પણ સેંકડો ગણી વધારે છે. આ મેનુ વાંચીને ભારતીયોનું લોહી ઉકળી ઉઠે એ સ્વભાવિક છે અને એવું જ થયું. આ વાત સામે આવતાની સાથે જ તેને ટ્રોલ કરવા માટે ટ્વિટર પર લોકોની લાઇન લાગી છે. લોકોએ સવાલ ઉઠાવ્યા કે શા માટે પાપડ 2 રૂપિયામાં 511 રૂપિયામાં વેચાય છે અને તેનું નામ પણ કેમ બદલાઈ ગયું છે.
આ અંગે અત્યાર સુધીમાં હજારો ટ્વીટ થઈ ચૂક્યા છે. કેટલાકે કહ્યું કે આ ફૂડ ક્રાઇમ છે તો કેટલાકે કહ્યું કે કાલે તેઓ મગના પાપડને બ્લેક નાચો તરીકે વેચે તેવી શક્યતા છે. કોઈએ ટ્વિટ પર તેને રેકેટ પણ ગણાવ્યું હતું. આ ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે આ 200 ટકા નફો કમાવવાનું રેકેટ છે.
મોટી હોટેલો ખૂબ જ સસ્તી વસ્તુઓને મોંઘા ભાવે બ્રાન્ડિંગ કરીને વેચે છે, જે તદ્દન ખરાબ ધંધો છે. જો કે આ મામલો વિદેશનો છે, પરંતુ ખાવાના શોખીન શહેર સુરતમાં પણ આવી અનેક ઘટનાઓ સામે આવે છે જ્યારે મોટી હોટેલો નાસ્તા, ચાની જેવી નાની-નાની વસ્તુઓ માટે પણ મનસ્વી રીતે પૈસાની લૂંટ ચલાવે છે. વાસ્તવમાં હોટેલ અને રેસ્ટોરન્ટના બિલમાં ટેક્સના હિસ્સા પર સરકારનું નિયંત્રણ છે, પરંતુ હોટલની વાનગીઓની કિંમત પર કોઈ નિશ્ચિત મર્યાદા નથી અને મોટા હોટેલ માલિકો આનો ફાયદો ઉઠાવે છે. પ્રશ્ન એ છે કે આવી રેસ્ટોરાં માટે કોઈ માર્ગદર્શિકા કેમ નક્કી કરવામાં આવતી નથી.